બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના બી.આર.સી ભવન પર વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવેલ.તાલુકાના રીસોર્સ રૂમ પર કોવિડ -19 ની તમામ માર્ગદર્શિકાનું પાલન થાય એ મુજબ મહત્તમ CWSN બાળકો અને તેમના વાલીઓની હાજરીમાં વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવેલ.હાજર રહેલ તમામ CWSN બાળકોએ હર્ષભેર ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધેલ.તમામ બાળકોને પ્રોત્સાહિત કરવાં હાજર રહેલ બોટાદ જિલ્લા મદદનીશ પ્રો.કો. ઓર્ડિનેટર (P&M શાખા બોટાદ) અલ્તાફભાઈ મુગલ તથા કુમારશાળા ના આચાર્ય હસમુખભાઈ પટેલના હસ્તે તમામ બાળકોને પ્રોત્સાહક ઈનોમો આપવામાં આવેલ. આ ઉપરાંત કાર્યક્રમમાં એજ્યુકેટર દિપકભાઈ પરમાર દ્વારા દિવ્યાંગ બાળકોને આપણે સૌ કઈ કઈ રીતે મદદરૂપ થઇ શકીએ, દિવ્યાંગોને મળતા સરકારી લાભો,વિશ્વમાં જુદા જુદા વિભાગોમાં ખ્યાતિ મેળવી છે એવાં દ્રષ્ટાંતો વગેરે માહિતી થી માર્ગદર્શિત કરેલ. આજના વિશેષ દિવસે CWSN બાળકોનાં મેડીકલ સર્ટી માટે સોનાવાલા હોસ્પિટલ પર આયોજિત CWSN મેગા કેમ્પમાં હાજર રહી એજ્યુકેટર ધનવાણિયા રાજુભાઈએ તેમજ CWSN બાળકોના બસપાસ માટે સમાજ સુરક્ષા કચેરી બોટાદ પર હાજર રહી એજ્યુકેટર બિરેન્દ્રસિંહે ભારે જહેમત ઉઠાવી મહત્તમ બાળકોને લાભ મળે એવા તમામ પ્રયાસ કરેલ અને વધુ બાળકોને લાભ અપાવેલ.બી.આર.સી ભવન રીસોર્સ રુમ પર તમામ માટે અલ્પાહારની વ્યવસ્થા પણ કરવામાં આવેલ. સવિશેષ આજના દિવસે રાણપુર તાલુકાની પ્રા.શાળાઓમાં દિવ્યાંગ શિક્ષક તરીકે ફરજ બજાવતાં તમામ કર્મનિષ્ઠ દિવ્યાંગ શિક્ષક ભાઈઓ/બહેનોએ કોવીડ -19 ના કપરા સમયમાં પણ સામાન્ય શિક્ષકની જેમ જ ઓનલાઈન શિક્ષણ / શેરીશાળામા કરેલ કાર્યની નોંધ લઈ.સમગ્રશિક્ષા કચેરી રાણપુર દ્વારા તમામ દિવ્યાંગ શિક્ષકોને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવેલ.સમગ્ર કાર્યક્રમનું આયોજન તમામ સી.આર.સી.કો તેમજ બી.આર.સી.કો ઓર્ડિનેટર આર.એસ.રાઠોડ દ્વારા કરવામાં આવેલ.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર


