Gujarat

રામ મંદિર માટે દાન અભિયાનની શરૂઆત, રાષ્ટ્રપતિ કોવિંદે આપ્યો પાંચ લાખનો ચેક

નવી દિલ્હી: રામ મંદિર નિર્માણ માટે દાન અભિયાન શરૂ થઇ ગયુ છે. દેશમાં રામ મંદિર નિર્માણ માટે દાન ભેગુ કરવામાં આવી રહ્યુ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રામ મંદિર માટે સૌથી પહેલા દાન આપીને આ અભિયાનની શરૂઆત કરી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રામ મંદિર માટે પાંચ લાખ રૂપિયાનું દાન આપ્યુ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રામ મંદિર નિર્માણ માટે 5,00,100 રૂપિયાની રકમ મંદિર ટ્રસ્ટને સોપી છે. ચેક દ્વારા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ દાન ટ્રસ્ટને સોપ્યુ છે.

રામ નગરી અયોધ્યામાં બનનારા ભવ્ય રામ મંદિર નિર્માણ માટે આજથી દાન ભેગુ કરવાનું અભિયાન શરૂ થયુ છે. રાષ્ટ્રપતિએ પાંચ લાખ 100 રૂપિયા આપીને આ અભિયાનની શરૂઆત કરી છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અને વીએચપી મળીને દેશભરમાં રામ મંદિરના નિર્માણ માટે રૂપિયા ભેગા કરવાનું અભિયાન ચલાવી રહ્યા છે. આ અભિયાન આશરે દોઢ મહિના સુધી ચાલશે. જેની હેઠળ દેશભરમાં આશરે 13 કરોડ પરિવારો સુધી પહોચવાનું લક્ષ્ય રાખવામાં આવ્યુ છે.

આ અભિયાન હેઠળ 27 ફેબ્રુઆરી સુધી દેશમાં કરોડો લોકો સુધી પહોચવાનો પ્રયાસ કરવામાં આવશે અને દાન ભેગુ કરવામાં આવશે. લોકોને જે પૈસા મળશે તે રામ મંદિર નિર્માણમાં ઉપયોગ કરવામાં આવશે. શ્રી રામ મંદિર ધન સંગ્રહ અભિયાન હેઠળ 10 રૂપિયા, 100 રૂપિયા અને 1000 રૂપિયાની પાવતી દાન આપનારા લોકોને આપવામાં આવશે. આ પાવતી પર અયોધ્યામાં બનનારા ભવ્ય રામ મંદિરની તસવીર સાથે ભગવાન રામની છબી પણ હશે. આ અભિયાન હેઠળ પૈસા આપનારાઓને આ પાવતી રસીદ તરીકે આપવામાં આવશે. 2 હજારથી વધુનું યોગદાન આપનારા લોકોને એક અલગ રીતની રસીદ આપવામાં આવશે, જેનાથી તે ટેક્સ છૂટનો ફાયદો પણ ઉઠાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *