અમદાવાદ
તાજેતરમાં જ હાર્દિક અને જિજ્ઞેશને કોંગ્રેસ હાઇકમાન્ડે દિલ્હી બોલાવી લીધા હતા. કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં પક્ષના તમામ રાષ્ટ્રીય સ્તરે વરિષ્ઠ નેતાઓ હાજર રહીને પક્ષની બાબતે ચર્ચા કરતા હોય છે. આ બેઠકમાં જ આ ર્નિણય લેવાયો હોય અને હવે આ અંગેની સત્તાવાર જાહેરાત થઇ શકે છે, એવું પક્ષનાં સૂ્ત્રોએ જણાવ્યું હતું. જિજ્ઞેશને વિધાનસભામાં વિપક્ષના નેતા બનાવાઇ શકે એવું પાર્ટીનાં સૂત્રો જણાવે છે. કોંગ્રેસના કેટલાક સિનિયર નેતાઓ માને છે કે ભરતસિંહ સોલંકીને જ કોંગ્રેસપ્રમુખ બનાવવાનો ર્નિણય લેવાયો હોય અને હાર્દિક તથા જિજ્ઞેશને આ ર્નિણયની જાણ કરવા માટે બોલાવાયા હોય એવી શક્યતા છેગુજરાત કોંગ્રેસને નવા પ્રદેશ પ્રમુખ અને વિધાનસભામાં વિપક્ષના નેતા ક્યારે મળશે, આ સવાલ કોંગ્રેસના કાર્યકરોમાં ચર્ચાઈ રહ્યો છે. રાજ્યમાં કોંગ્રેસના નવા નેતાઓને લઈ દિલ્હીમાં આજે કોંગ્રેસ હાઈકમાન્ડની બેઠક યોજાવાની છે. એને લઈને ગુજરાત કોંગ્રેસના નેતાઓ દિલ્હી પહોંચી ગયા છે. ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓ ગુરુવારે મોડી સાંજે દિલ્હી પહોંચી ગયા હતા. રાહુલ ગાંધીના નિવાસસ્થાને ગુજરાતના સિનિયર નેતાઓની બેઠક મળવાની છે, જેમાં રાજ્યના પ્રભારી ડૉ રઘુ શર્મા પણ ખાસ ઉપસ્થિત રહેશે. કોંગ્રેસના સંકટમોચક અહેમદ પટેલના નિધન બાદ હવે હાઈકમાન્ડમાં ગુજરાતના કોઈ નેતાનો પાવર રહ્યો નથી. કોંગ્રેસ હાઈકમાન્ડ પ્રદેશ પ્રમુખપદે નવા યુવા ચહેરાને તક આપવા માગે છે. જાેકે એની સામે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો નારાજ છે. તેમની દલીલ છે કે કોઈ નવાને નહીં, પરંતુ સિનિયર અનુભવી નેતાને જ તક મળવી જાેઈએ, કારણ કે વિધાનસભાની ચૂંટણી માટે વધારે સમય નથી રહ્યો. નવા નેતાને જવાબદારી સમજવામાં સમય લાગશે, જે વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને નુક્સાન પહોંચાડશે. બીજી તરફ એવું પણ કહેવાઈ રહ્યું છે કે કેટલાક સિનિયર નેતાઓ પ્રદેશ પ્રમુખનું પદ મેળવવા માટે એડીચોટીનું જાેર લગાવી રહ્યા છે. ચૂંટણી વર્ષમાં પ્રતિષ્ઠિત પદ મેળવવા માટે અંદરખાને લોબિંગ પણ શરૂ થઈ ગયાનું મનાય છે. સૂત્રોએ કહ્યું હતું કે દિવાળી સુધીમાં નવા પ્રદેશ સુકાનીઓનાં નામ જાહેર થઈ જવાની શક્યતા છે. પંચાયત-કોર્પોરેશનની ચૂંટણીઓમાં કોંગ્રેસના કંગાળ દેખાવને પગલે નૈતિક જવાબદારી સ્વીકારીને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તથા વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ રાજીનામાં આપી દીધાં હતાં. નવી પસંદગી સુધી તેમને ચાલુ રહેવા કહેવાયું હતું. પ્રભારી દ્વારા ગુજરાતમાં ત્રણ દિવસના કેમ્પ દરમિયાન તમામ નેતાઓ-ધારાસભ્યો સાથે બેઠક યોજીને પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો હતો અને એના આધારે રાષ્ટ્રીય નેતાગીરીને રિપોર્ટ સોંપવાની સાથોસાથ રૂબરૂ મીટિંગ પણ કરવામાં આવી હતી. એના આધારે હાઈકમાન્ડે પ્રદેશ નેતાઓને તેડાવ્યા છે. પ્રદેશ કોંગ્રેસનાં સૂત્રોએ કહ્યું હતું કે ગુજરાતના ૧૪ જેટલા સિનિયર નેતાઓ દિલ્હી પહોંચી ગયા છે. તેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષી નેતા પરેશ ધાનાણી, ઉપરાંત અર્જુન મોઢવાડિયા, શકિતસિંહ ગોહિલ, તુષાર ચૌધરી, જગદીશ ઠાકોર, હિમતસિંહ પટેલ, નરેશ રાવલ વગેરેનો સમાવેશ થાય છે. આ દરમિયાન કોરોનાકાળ પંજાબ જેવાં રાજ્યોના પ્રશ્નોને કારણે ગુજરાતનો મામલો ટલ્લે ચડતો રહ્યો હતો. પ્રભારી રાજીવ સાતવના અવસાનથી આ પદ નવી નિયુક્તિ પણ અનિવાર્ય થઈ પડી હતી. હવે પ્રભારી નિમાઈ ગયા બાદ પ્રદેશ નેતાગીરી નકકી કરવાની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી છે. કોંગ્રેસનાં જ સૂત્રોએ કહ્યું હતું કે આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી છે, એની મોટી તૈયારી કરવાની થાય છે. નવા સુકાનીઓની નિયુક્તિ થતાંની સાથે જ સંગઠન સહિતની પ્રક્રિયા ઝડપથી હાથ ધરવામાં આવે એવી શક્યતા છે.


