જામનગર તા. ૧૧ઃ જામનગરના લઘુ ઉદ્યોગ કુટીર ઉદ્યોગ એસોસીએશન દ્વારા આવતીકાલે તા. ૧૨-૧૨-૨૧ ના સાંજે પાંચ વાગ્યે ફેકટરી ઓનર્સ એસોસિએસનની શંકર ટેકરી ઉદ્યોગનગર ઓફિસમાં મિટિંગ યોજવામાં આવી છે.
આ બેઠકમાં શંકર ટેકરી ઉદ્યોગનગરના ૫૦ ચો.મી. ના પ્રશ્નો ઉકેલ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. સંસ્થાના સભ્યો સહિત જેમને પણ પ્રશ્ન હોય તેમને ઉપસ્થિત રહેવા એસો. ના પ્રમુખ દિનેશભાઈ કનખરાએ અનુરોધ કર્યો છે.

