બનાસકાંઠા જિલ્લામાં લવ જેહાદનાં વિરોધ પ્રદર્શનની રેલી યોજવામાં આવી હતી જેમાં હિન્દુ ધર્મનાં લોકો એ રેલીમાં નારા સાથે કાયદો લાગુ કરવામાં આવે તેવી માંગ કરી હતી. બનાસકાંઠા જિલ્લાના કલેક્ટરને માંગ સાથે કલેકટર કચેરીએ પહોંચ્યા હતા.
આજે ચોતરફ ‘લવ જેહાદ’ની ચર્ચા થઇ રહી છે. જેટલા મોંઢા એટલી વાતો અને જેટા લોકો એટલા પ્રકારની ચર્ચાઓ. ભારતીય જનતા પાર્ટીએ જે ‘લવ જેહાદ’નું યુદ્ધ છેડ્યું છે તેનો સાચો અર્થ છે ખોટા ઇરાદાથી મુસ્લિમ છોકરા હિન્દુ છોકરીઓને પ્રેમમાં ફસાવીને નિકાહ કરે છે. જી હાં સીધા શબ્દોમાં કહીએ તો જો મુસ્લિમ છોકરા ગેર મુસ્લિમ છોકરીઓ સાથે પ્રેમ કરે છે, નિકાહ કરે છે અને તેનો ધર્મ બદલાવે છે તો તેને ‘લવ જેહાદ’ સમજવામાં આવે છે.
