*લાખણી તાલુકામાં ગુનામાં સતત વધારો થઈ રહ્યો છે પરીવાર નું સભ્ય જ કોઈ પરીવારનાં સભ્યની હત્યા કરી નાખી જે તો એક ગજબની વાત કહેવાય. આવો જ કિસ્સો લાખણી તાલુકાના કમોડા ગામમાં સામે આવ્યો છે જેમાં સગાં ભાઇ એ જ પોતાના સગા ભાઈની હત્યા કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જે મૃતકની પત્ની દ્વારા પરીવારની વારસામાં મળેલી મિલકતની લાલચમાં હત્યાનો આક્ષેપ કર્યો છે.પેરાલીસીસ બિમારીનો લાભ ઉઠાવી ને હત્યા કરી નાખી હોવાનું પોલીસ જિલ્લાના વડાને રજુઆત કરી હતી. મૃતકનાં પત્ની પારુલબેનને છ મહીના અગાઉ પોતાના દિયર દ્વારા માર મારીને પોતાના પિયરમાં ભગાડી મુકી હતી હવે સાચું તપાસ કરવામાં જ બહાર આવે તેવી સ્થિતિ છે.
