Gujarat

લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ દ્વારા પીસ પોસ્ટર પ્રતિયોગિતા નુ આયોજન કરવામાં આવ્યું       

  અમરેલી જીલ્લા ની પ્રતિષ્ઠિત સામાજિક સંસ્થા અને સેવા પરમો ધર્મ ને સાચા અર્થ માં ચરિતાર્થ કરતી લાયન્સ કલબ ઓફ અમરેલી – રોયલ દ્વારા સમાજ ઉપયોગી વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે બાળકો ની પ્રતિભાની ખીલવણી અને સર્વગ્રાહી વિકાસ માટે વિશેષ દર વર્ષની જેમ આ વર્ષે પીસ પોસ્ટર (ચિત્ર સ્પર્ધા) પ્રતિયોગીતા નું આયોજન કરવામાં આવ્યું.

                           અમરેલી સિનિયર સિટીઝન પાર્ક ખાતે લાયન્સ ઇન્ટરનેશનલ પીસ પોસ્ટર કોન્ટેસ્ટ નુ લાયન્સ કલબ ઓફ અમરેલી રોયલ દ્વારા આયોજન કરવામાં આવ્યું જેમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર PMJF લાયન વસંતભાઈ મોવલીયાસરહી યુથ ક્લબના ચેરમેન મુકેશભાઈ સંઘાણી, અમરેલી નગરપાલિકા ના કારોબારી ચેરમેન સુરેશભાઈ શેખવા, સદસ્યો, બ્રિજેશ કુરુંદલે, શિક્ષણ સમિતિ ના ચેરમેન તુષારભાઈ જોષી, વગેરે નું પુષ્પ આપી સન્માન કરવા માં આવ્યું આ ચિત્ર સ્પર્ધા માં અમરેલી ના બાળકો એ ખુબજ ઉત્સાહ થી ભાગ લીધો હતો અને આ સ્પર્ધા માં પ્રોત્સાહન રૂપે સર્ટિફિકેટ અને ગીફ્ટ આપવામાં આવ્યા આ સમગ્ર કાર્યક્રમમાં ડી.સી. પીસ પોસ્ટર લાયન સંજયભાઈ રામાણી, લાયન વિજયભાઇ ગુંદણીયા તથા લાયન્સ કલબ અમરેલી રોયલ ના તમામ સભ્યો એ ભારે જહેમત ઉઠાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *