Gujarat

લાલપુર પ્રાંત અધિકારીને ફોન પર ધમકી આપવા બદલ જીગર માડમ સામે ગુનો નોંધાયો, પાલનપુરથી અટકાયત કરી જામનગર લવાશે.

 

જનતા કી જાનકારી

જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં માડમ પરિવારનો રાજકીય અને સામાજિક રીતે લાંબા સમયથી દબદબો રહ્યો છે. તે માડમ પરિવારના જીગર માડમને જામનગર જીલ્લાના લાલપુર પ્રાંત અધિકારીને ધમકી આપવા બદલ લોકેશન ટ્રેસ કરી બનાસકાંઠાના પાલનપુરથી અટકાયત કરીને જામનગર પોલીસને કબ્જો સોંપવા માટે લઇ આવી રહ્યા છે.

જામજોધપુર અને લાલપુર તાલુકાના સબ ડિવિઝનલ કચેરી તરીકે કાર્યરત લાલપુરની પ્રાંત કચેરીના પ્રાંત અધિકારી અને કચેરીના નાયબ મામલતદારને જમીનના કેસ સબબ ફોન પર ગાળાગાળી અને જાનથી મારી નાખવાની ધમકી બદલ પ્રાંત અધિકારી ખુદ ફરિયાદી બનીને લાલપુર પોલીસ મથકમાં આરોપી જીગર માડમ વિરૂધ્ધ આઈપીસી 504,506(2) અને 189 મુજબ ગુન્હો નોંધાયો છે જે અંગેની જીલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીને અવગત કરાતા લોકેશન ટ્રેસ કરીને બનાસકાંઠા જીલ્લાના પાલનપુરથી જીગર માડમની અટકાયત કરીને હાલ જામનગર ખાતે લવાઇ રહ્યો છે ત્યારે આ બનાવને પગલે જામનગર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનેક ચર્ચાઓ વહેતી થઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *