Gujarat

લીલીયા મામલતદાર કચેરી ખાતે આકર્ષક રંગોળીના માધ્યમથી જાગૃતિ લાવવા અનેરો પ્રયાસ

ચાલુ માસે તા. ૧૪ના રવિવારે, ૨૧ના રવિવારે, ૨૭ના શનિવારે અને ૨૮ના રવિવારે ઝુંબેશરૂપે મતદારયાદી સુધારણા કાર્યક્રમો યોજાશે*
અમરેલી તા. ૩ નવેમ્બર, અમરેલી જિલ્લાના લીલીયા મામલતદાર કચેરી ખાતે હાલ દિવાળીના તહેવારોને અનુલક્ષીને સ્ટાફમિત્રો દ્વારા મતદાર નોંધણી અંગેનો સંદેશો પ્રસારિત કરતી આકર્ષિત રંગોળી દોરી મુલાકાતીઓમાં જાગૃતિ કેળવવાનો પ્રયત્ન કર્યો હતો. સાવરકુંડલા પ્રાંત અધિકારી શ્રી આર. આર. ગોહિલએ રંગોળી બનાવવામાં પોતાનું યોગદાન આપનાર કર્મીઓને બિરદાવી દિવાળીની શુભેચ્છાઓ આપી અભિનંદન પાઠવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ચાલુ નવેમ્બર માસની ખાસ ઝુંબેશના દિવસોએ સબંધીત બીએલઓ જે તે વિસ્તારના મતદાન મથક ખાતે તા. ૧૪ના રવિવારે, તા.૨૧ના રવિવારે, તા.૨૭ના શનિવારે અને તા.૨૮ના રવિવારે રોજ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત નાગરીક ઓનલાઈન માધ્યમથી www.nvsp.in અથવા Voter Helpline Application (Android-ios) પણ ફોર્મ નં.૬ ભરી શકે છે. આ ખાસ ઝુંબેશના દિવસોમાં વધુમાં વધુ યુવાઓ, મહિલાઓ અને દિવ્યાંગજનો ભાગ લે તેવી વહીવટી તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવે છે.

IMG-20211103-WA0052.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *