અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના લીલીયા રેલવે સ્ટેશન ખાતે મહુવા સુરત ટ્રેનનો સ્ટોપ આપવા બદલ આ વિસ્તાર ના જાગૃત અને જેને લોકો એ ૧૦૮ નું બિરુદ આપ્યું સે તેવા લોકપ્રિય સાંસદ નારણભાઈ કાછડિયા નું લીલીયા ની જનતા તેમજ તાલુકા ભાજપ પરિવાર દ્વારા સન્માન કરવા માં આવેલ આ તકે સાંસદ શ્રી દ્વારા લોકો ને અપીલ કરવા માં આવી કે વધારે માં વધારે જિલ્લા ના લોકો આ ટ્રેન નો ઉપયોગ કરે જેથી કરી મળેલ સુવિધા સતત ચાલુ રહે આ તકે સાંસદ શ્રી એ નરેન્દ્ર ભાઈ મોદી સરકાર ના રેલવે કેબિનેટ મંત્રી અશ્વિની વૈષ્ણવ જી તેમજ રેલ રાજ્ય મંત્રી દર્શનાબેન જારદોષ નો જિલ્લા ની જનતા વતી આભાર વ્યક્ત કરવા માં આવેલ સાથે સાથે સાંસદ પોતે પણ આ ટ્રેન ની મુસાફરી કરી ધન્યતા અનુભવેલ
આ તકે લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ભનુભાઈ ડાભી મહામંત્રી જીગ્નેશ સાવજ હસમુખભાઈ હપાણી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સેરમેન શ્રી વિપુલભાઈ દુધાત,જિલ્લા પંચાયત સદસ્યશ્રી ભીખાભાઈ ધોરાજીયા,આઈટી સેલ સહ કન્વિનર શ્રી જીતુભાઈ લાઠીયા તાલુકા પંચાયતવિરોધ પક્ષનેતા રાશીભાઈ ડેર તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા ભાજપ ના હોદ્દેદારશ્રીઓ કાર્યકર્તાઓ ગામજનો મોટી સંખ્યા માં લીલીયા રેલવે સ્ટેશન પર ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


