Gujarat

વંથલી શહેર/તાલુકા ભાજપ પરિવાર દ્વારા મંડલ કારોબારી નું આયોજન કરવામાં આવ્યું……        

પ્રદેશ ભાજપ કારોબારી બાદ જીલ્લા ભાજપ કારોબારી અને ત્યારબાદ મંડલ સહ કારોબારીએ ભારતીય જનતા પાર્ટી ની પ્રણાલી રહી છે.ત્યારે વંથલી શહેર અને તાલુકા ભાજપ પરિવાર દ્વારા મંડલ કારોબારી નું આયોજન જીલ્લા ભાજપ ના ઉપાધ્યક્ષ અને વંથલી શહેર ભાજપ પ્રભારી ભાવનાબેન અજમેરા તેમજ જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ અને વંથલી તાલુકા પ્રભારી દિનેશભાઈ ટીલવા ની અધ્યક્ષતામાં મંડલ કારોબારી નું આયોજન કરવામાં આવ્યું હતું.કારોબારીમાં દીપ પ્રાગટ્ય, સાંગીક વંદે માતરમ્,શોક પ્રસ્તાવ બાદ વંથલી નગરપાલિકા ઉપપ્રમુખશ્રી પ્રશાંત વાજા દ્વારા રાજકીય પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.બાદમાં તાલુકા પંચાયત ઉપપ્રમુખ મનોજભાઈ ઠુંમર દ્વારા કેન્દ્ર સરકાર તેમજ રાજ્યસરકાર ની વિવિધ લોકઉપયોગી યોજનાઓ બાબતે વિસ્તૃત જાણકારી આપેલ હતી.લઘુમતી સમાજના અગ્રણી વલીભાઈ દલ દ્વારા અભીનંદન પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.કારોબારી બેઠકમાં વંથલી શહેર અને તાલુકા ભાજપ ના કારોબારી સભ્યો, આગેવાનો,મોરચાના હોદેદારો,નગરપાલિકા ના સદસ્યો,તાલુકા પંચાયત ના સભ્યો,તેમજ બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થીત રહ્યા હતા.સાથે સાથે જ કોયલી ગામના અગ્રણી ગીરીશભાઈ ભીમાણી, ડી.સી.ફળદુ, રામાભાઈ સહિતના અગ્રણીઓ દ્વારા કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપ નો ખેસ ધારણ કર્યો હતો.આ કાર્યક્રમનું સંચાલન વંથલી શહેર ભાજપ મહામંત્રી ભરતભાઈ ઝાલા દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવેલ હતું..
અહેવાલ :હાર્દિક વાણીયા વંથલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *