Gujarat

વક્ફ બોર્ડને માફિયાઓથી દૂર કરાઈ રહ્યું છે ઃ મુખ્તાર અબ્બાસર નકવી

સુરત
કોરોના દરમિયાન આ ઉદ્યોગને ખૂબ જ મોટા પ્રમાણમાં ક્ષતિ પહોંચી હતી. તે સમયે પણ અમે એમની સાથે સંપર્ક રાખીને તેમને તેમનું ઉત્પાદન શરૂ રાખવા માટે કહેવામાં આવ્યું હતું. જેનો લાભ તેમને ખૂબ સારી રીતે થયો હતો. અંદાજે ૨૦૦૦ કરતાં વધુ લોકોનો સંપર્ક કરીને અમે તેમને આર્થિક રીતે પણ ખૂબ મદદરૂપ થયા હતા. કોરોના દરમિયાન લોકડાઉનમાંની સ્થિતિમાં ઉદ્યોગ લગભગ પડી ભાંગ્યો હતો.ઉત્તરપ્રદેશમાં જે પ્રકારનો અત્યારે રાજકીય માહોલ જાેવા મળ્યો છે, ત્યારે નેતાઓ વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યા છે. ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ દ્વારા જાણીદાર ટોપી પહેરનારાઓને લઈને આપેલા નિવેદન અંગે પૂછતાં તેમણે ખૂબ જ ચતુરાઈપૂર્વક મોદી સરકાર સૌનો સાથ સૌનો વિકાસની વાત કરી રહ્યા છે. એ પ્રકારનો જવાબ આપીને ટાળી દીધો હતો. વક્ફ બોર્ડ સઁદર્ભમાં તેમણે કહ્યું કે, વક્ફ માફિયાઓને દૂર કરવામાં આવી રહ્યા છેસુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે હુનર હાટનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે રાજ્યપાલની હાજરીમાં ઉદઘાટન કરાશે. તારીખ ૧૧ જાન્યુઆરીથી ૨૦ જાન્યુઆરી સુધી ચાલશે. દેશના હુનરને પ્લેટફોર્મ આપવા માટેનું કામ કરવામાં આવી રહ્યું છે- તેમ જણાવતાં કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નક્વીએ ઉમેર્યું કે, કોરોના કાળ દરમિયાન પણ ઉદ્યોગ સાથે જાેડાયેલા લોકોને સરકાર દ્વારા ખૂબ મોટી રાહત આપવામાં આવી હતી. તેમને આર્થિક રીતે મદદ કરીને તેમના વ્યવસાયને તે સમયે પણ ચાલુ રાખવાનો પ્રયાસ કરાયો હતો. હુનર હાટથી ૭ લાખ લોકોને રોજગારી આપવામાં આવી છે. સોશિયલ જસ્ટિસ, માઈનોરીટી કન્સલ્ટિંગ સાથે જાેડાયેલા હોદ્દેદારો અને અધિકારીઓ ગુજરાતના કચ્છ ખાતે રણોત્સવમાં ૨૦ અને ૨૧ જાન્યુઆરીએ મિટિંગનું આયોજનની જાહેરાત કરી હતી. વિશ્વકર્માને વિરાસતને આગળ વધારવા માટેનું કામ કરવામાં આવી રહ્યું છે. સુરત બાદ દિલ્હી, મૈસુર, હૈદરાબાદ, પટના, જયપુર આજે આગામી દિવસોમાં હુનર હાટનું આયોજન કરવામાં આવશે.દેશના તમામ રાજ્યના હસ્તકલાને પ્લેટફોર્મ મળી રહે તે માટે અલગ-અલગ આયોજનો કરવામાં આવી રહ્યા છે. તેમને ખૂબ મોટા પ્રમાણમાં રોજીરોટી મળી રહે છે આ પ્રકારનું આયોજન કરવાથી જેને કારણે સરકાર રજા છે આ દિશામાં આગળ કામ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *