વડિયા ના બરવાળા બાવળ ગામે સગીરા પર ફરવા જવાના બહાને દુષ્કર્મ બાદ લગ્ન ની લાલચ આપી અપહરણ કરાયુ
વડિયા
વર્તમાન ટેક્નોલોજી ના યુગ માં યુવા ધન ધેલુ બનતા અનેક ગુન્હાઓ સામે જોવા મળી રહ્યા છે. ત્યારે વડિયા ની પાસે આવેલા બરવાળા બાવળ ગામના ફરિયાદી સુરેશભાઈ દોંગા ની વડિયા પોલીસ માં થયેલી ફરિયાદ મુજબ પોતાની સગીર વય ની બાળાને ત્રણ માસ પેહલા ફરવા જવાના બહાને વીરપુર લઈ જઈ પ્રિતેશ રમેશભાઈ ગજેરા એ આ સગીર બાળા પર દુષ્કર્મ કરેલ હતુ. તેમજ અમદાવાદ રહેતા રાહુલ પરેશભાઈ નામના શખ્સ દ્વારા શોસ્યલ મીડિયા ઇન્સ્ટાગ્રામ મારફત લગ્ન ની લાલચ આપી તેમના મિત્રો દ્વારા તારીખ 12/12/21ના રોજ બાળા નુ અપહરણ કરી અમદાવાદ લઈ ગયેલ ત્યાર બાદ બાળા એ તેના પિતા ને જાણ કરતા તે અમદાવાદ થી બાળા ને લઈ આવેલ હતા.આ કેસ માં સંકળાયેલ તમામ આરોપીઓ વિરુદ્ધ વડિયા પોલીસ માં બાળા ના પિતા દ્વારા વડિયા પોલીસ માં ફરિયાદ થતા બાબરા સીપીઆઇ ઝાલા દ્વારા કલમ 376(3) 363,366,114 અને પોસ્કો એકટ કલમ 4,8,17,18 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે મુખ્ય આરોપી પ્રિતેશ રમેશભાઈ ગજેરા અને મદદગાર રૂપેશ મનસુખભાઇ પદમાણી ની અટક કરવામાં આવી છે. જયારે અન્ય આરોપી હજુ પોલીસ પકડ ની બહાર છે.
રિપોર્ટ કિરીટ જોટવા વડીયા