Gujarat

વડોદરાના સાવલીમાં ૪૬ હજારની ચોરી કરી ચોરો કારમાં ફરાર

વડોદરા.
વડોદરાના સાવલી ભાદરવા ચોકડી પાસે ભાથીજી મંદિર પાછળ દિનેશભાઇ ઇશ્વરભાઇ ભોઇ રહે છે અને ભાદરવા ચોકડી પાસે શ્રી ખોડીયાર નામની અનાજ કરીયાણાની દુકાન ચલાવે છે. તેઓ ગત રાત્રે રાબેતા મુજબ પોતાની દુકાન બંધ કરીને ઘરે ગયા હતા. દરમિયાન મોડી રાત્રે તસ્કરોએ તેમની દુકાનને નિશાન બનાવી હતી. તસ્કરોએ દુકાનનું શટર તોડી દુકાનના ગલ્લામાંથી રૂપિયા ૪૬,૦૦૦ રોકડા ચોરી કરી ગયા હતા. દુકાને આવેલા દિનેશભાઇ ભોઇએ શટરના તાળાં તૂટેલા જાેતા ચોંકી ઉઠ્‌યા હતા. ત્યાર બાદ દુકાનમાં જઇ ગલ્લામાં તપાસ કરતા ગલ્લામાં વકરાના મુકેલા રૂપિયા ૪૬,૦૦૦ રોકડ જણાઇ આવ્યા ન હતા. દરમિયાન આ બનાવની જાણ આસપાસના વિસ્તારમાં થતાં લોકો દોડી આવ્યા હતા. તે સાથે આ બનાવની જાણ સાવલી પોલીસને થતાં પોલીસ પણ દોડી આવી હતી. અને ઝ્રઝ્ર્‌ફ ફૂટેજ મેળવી તપાસ કરતા ચાર તસ્કરો નંબર પ્લેટ વગરની કાર લઇને ચોરી કરવા માટે આવ્યા હોવાનું જણાઇ આવ્યું હતું. તસ્કરો કાર લઇને આવ્યા હોવાની જાણ વિસ્તારમાં પ્રસરતા ચર્યાનો વિષય બન્યો હતો. નોંધનીય બાબત એ છે કે, ૧૯ ડિસેમ્બરના રોજ ગ્રામ પંચાયતોની ચૂંટણી હોવાના કારણે પોલીસ બંદોબસ્તમાં હોવાથી કારમાં ચોરી કરવા માટે નીકળતી તસ્કર ટોળકીએ લાભ ઉઠાવ્યો હતો. જાેકે, વડોદરા શહેર-જિલ્લામાં ચોરીના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે. તસ્કરો પોલીસ તંત્રના રાત્રિ પેટ્રોલિંગના ધજાગરા ઉડાવી રહ્યા છે. સાવલીના ભાદરવા ચોકડી પાસે અનાજ કરીયાણાની દુકાનમાં થયેલી ચોરી અંગે સાવલી પોલીસે ઝ્રઝ્ર્‌ફ ફૂટેજના આધારે કારમાં ચોરી કરવા માટે આવેલા અજાણ્યા ચાર તસ્કરો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ બનાવની તપાસ સાવલી પોલીસ મથકના પીએસઆઇ એસ.જે. રાઠવા કરી રહ્યા છેવડોદરા શહેર-જિલ્લામાં પોલીસ તંત્રના ધજાગરા ઉડાવી રહેલા તસ્કરો હવે બાઇકના બદલે કાર લઇને ચોરી કરવા માટે જઇ રહ્યા છે. વડોદરા જિલ્લા સાવલી ભાદરવા ચોકડી પાસે આવેલી એક દુકાનમાં ચોરી કરવા માટે ૪ તસ્કરો કાર લઇને ગયા હતા. તસ્કરોએ દુકાનનું શટર તોડી દુકાનના ગલ્લામાંથી રૂપિયા ૪૬ હજારની રોકડ ચોરી કરી ગયા હતા. પોલીસે ઝ્રઝ્ર્‌ફ ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *