વડોદરા
રખડતાં પશુઓનો ત્રાસ દૂર કરવા પાલિકા ટેગીંગની પ્રક્રિયા હાથ ધરી છે. પશુઓનું ટેગીંગ ન થતા પશુ અને પશુપાલકોની ઓળખતી થતી નથી. જેથી હવે ટેગીંગ વગરના પશુઓ પાલિકા છોડશે નહીં. પશુપાલકોને પશુઓના જન્મ મરણની તથા ખરીદ વેચાણની નિયત સમયે નોંધણી તથા રજીસ્ટ્રેશન કરાવવા પાલિકાએ સૂચન કર્યું છે વડોદરામાં રખડતા ઢોર પકડવાની કામગીરી દરમિયાન રજીસ્ટ્રેશન અને ટેગીંગની પ્રક્રિયા પૂર્ણ કરેલા પશુઓ પાલિકા પશુપાલકોને નિયમઅનુસાર પરત આપશે. જ્યારે રજીસ્ટ્રેશન અથવા ટેગીંગની પ્રક્રિયા પૂર્ણ નહીં કરી હોય તેવા કિસ્સામાં પાલિકા પશુઓને મુક્ત નહીં કરે તે અંગેની મંજૂરી હેતુ કામ સ્થાયી સમિતિમાં રજૂ થયું છે. વડોદરા શહેરમાં જાહેર રસ્તા ઉપર રખડતાં પશુઓને કારણે અકસ્માતની ઘટનાઓ વધી છે. અકસ્માતના કારણે લોકોને ઇજા પહોંચવાની સાથે મોતની પણ ઘટવાની સાથે હેરાનગતિ અને ગંદકી જેવી સમસ્યાઓ પણ ઉદભવે છે. જેથી વડોદરા મહાનગર પાલિકા અને પોલીસ વિભાગ ઘનિષ્ઠ પગલાં ભરી રહ્યું છે. પાલિકા રખડતા પશુઓ ઝડપી પાડ્યા બાદ પશુપાલકો દ્વારા ફરી પશુઓ જાહેર માર્ગો ઉપર છોડી દેવામાં આવે છે અને પરિસ્થિતિનું સતત પુનરાવર્તન થતા સભાના ઠરાવ બાદ દંડ વસૂલવાની કાર્યવાહી પાલિકાએ હાથ ધરી છે.


