Gujarat

વડોદરા શહેરમાં શરદપૂર્ણિમાંએ ૪.૮૫ લાખ લીટર દૂધનું વેચાણ થયું હતું

વડોદરા
શરદ પુર્ણિમાંની રાતે ચંદ્રના પ્રકાશમાં દુધ-પૌઆં રાખઈને તેને ખાવાની પૌરાણીક પરંપરા રહેલી છે. જ્યારે આ તહેવારમાં વિજ્ઞાન પણ જાેડાયેલું છે. ચંદ્રનો પ્રકાશ શીતળતા પ્રદાન કરે છે.જ્યારે ભોજનમાં ચંદ્રનો પ્રકાશ પડ્યા બાદ તે ભોજન આરોગતાં શરીરમાં ઠંડક પ્રદાન કરે છે. શરદપૂર્ણિમાંના આગલા દિવસે લોકોએ બજારમાંથી પૌઆ સહિતની જરૂરી સામગ્રીની પણ ખરીદી કરી હતી. આ પહેલા મંગળવારના રોજ કેટલાક મંદિરોમાં શરદપૂર્ણિમાંનો તહેવાર ઉજવાયો હતો. ઉલ્લેખનિય છે કે, મંગળવારે રાત્રી થી શરદ પૂર્ણિમાંનો પ્રારંભ થયો હતો,જે બુધવારે રાતે ૮.૨૭ કલાકે પુર્ણ થયો હતો. અટલાદરા સ્થિત બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરમાં ૨૦ મહિના બાદ શરદપૂર્ણિમા ના દિવસે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના બાદ મંદિરમાં આયોજિત પહેલી સભામાં ભક્તો કોરોના ગાઈડલાઈનનું પાલન કરી ઉપસ્થિત રહ્યા હતા. સભા બાદ ભગવાન ને ધરાવેલા દૂધ પૌઆ નો પ્રસાદ ભક્તોએ ગ્રહણ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ભક્તોએ પણ શરદપૂર્ણિમાની રાત્રિએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આસો સુદ પૂર્ણિમાં એટલે શરદપૂર્ણિમાં. શરદપૂર્ણિમાંના દિવસે દૂધપૌઆ આરોગવાનું મહત્વ છે. બુધવારના રોજ શહેરીજનોએ શરદપૂર્ણિમાંની રાતે દૂધપૌઆં આરોગ્યાં હતાં. આ પહેલા શહેરીજનોએ દૂધપૌઆંને ચંદ્રનો પ્રકાશ મળે તે રીતે છત કે ખુલ્લી જગ્યા પર મુકવામાં આવ્યાં હતાં. શરદપૂર્ણિમાંના દિવસે બરોડા ડેરી દ્વારા પણ દૈનિક કરતા ૪૫ હજાર લીટર દૂધ વધુ વેચાયું હતું. ડેરી દ્વારા રોજ ૪.૪૦ લાખ લીટર દુધનું વેચાણ કરતી હોય છે.ત્યારે શરદપૂર્ણિમાંએ ૪.૮૫ લાખ લીટર દૂધનું વેચાણ થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *