Gujarat

વન્ય પ્રાણીઓ અંગે હવે વિચારવાનો સમય છે. થોડી સમતા થોડી મમતા વન્ય જીવોને પ્રવાસનનું માધ્યમ ન બનાવો..જમીન જંગલ ટૂંકા થયાં અને શહેરોની સંખ્યા વધતી જાય છે.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
તૃણ પૂછે ધરાંને આવું શીદને થાય છે, પડતાં મેલી વનવનરાઈ આ સિંહ શહેર તરફ કેમ જાય છે..?? શું જંગલ ટૂંકું થયું? હા, વધતી સંખ્યા અને કપાતાં વૃક્ષો જોઇને મન એનું પણ મૂંઝાઈ છે. આ વનકેસરી ડાલાં મથ્થો હવે શહેરની સૈરમાં જાય છે..!! કમોસમી માવઠાંની ઋતુ અને હૈયું પણ એનું ભીંજાય છે..!
માત્ર હાથસણી જેવાં સાવરકુંડલા શહેરથી ખૂબ નજીકનાં ગામ તો ઠીક કોઈ કોઈ વખત તો શહેરની ભાગોળે પણ આવી આંટો મારી જાય છે. આંબરડીની આસપાસનાં વિસ્તારમાં પણ ભક્ષણ કાજે જ જાય છે..!! આમ તો ગીર એટલે જ ગાંડી કહેવાય છે અહીં કુદરતી સૌંદર્ય ફાટફાટ થાય છે. સેંજળ પીતાં એ સાવજની પણ જરૂરિયાત ક્યાં સંતોષાય છે..? હિંસક કરે ભક્ષણ અહિંસકનું એ દેખીને મન પણ માનવનું ચકડોળે ચડી જાય છે.
હા, સાવરકુંડલા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હવે સાવજનાં આંટાફેરા થતાં હોય બિચારા પેલાં ગાયનાં વાછરડાં પણ મનમાં મૂંઝાઈ છે.. પ્રસ્તુત તસવીરો માનવસમાજ માટે હવે લાલ બત્તી સમાન છે. જંગલને જંગલ રહેવા દો. વન્ય પ્રાણીઓને પ્રવાસનનું માધ્યમ ન બનાવો..!!

IMG-20211202-WA0019.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *