વલસાડ
વાપી નજીક આવેલા એક વિસ્તારમાં ૨૭ ઓક્ટોબર ૨૦૨૦ પહેલાના છેલ્લા ૧ વર્ષથી એક ૧૬ વર્ષીય સગીરાને લગ્નની લાચચ આપી પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી જઇ આરોપી રેહાનખાન મોહમદ આઝમખાન રહે.હલીમનગરના,ડુંગરાનાએ વારંવાર દૂષ્કર્મ ગુજાર્યું હતું. રેહાનનો સાળો કામરાન અબ્દુલુ હુઝેફાખાન રહે.આસ્થા બિલ્ડિંગ,ડુંગરાનાએ રેહાન બોલાવે છે તેમ કહી ૨ વાર બળજબરીથી દૂષ્કર્મ ગુજાર્યુ હોવાની અને આરોપીઓએ સગીરાને ગર્ભવતી બનાવવા અંગેની ફરિયાદ સગીરાની માતાએ ૪ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ ડુંગરા પોલીસ મથકે નોંધાવતા પોલીસે પોક્સો એક્ટ અને અપહરણનો ગુનો બંન્ને આરોપીઓ વિરૂધ્ધ દાખલ કર્યો હતો. આ કેસમાં પોલીસ ધરપકડથી બચવા રેહાનખાને વલસાડ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન રજૂ કરી હતી,જેની સુનાવણીમાં ડીજીપી અનિલ ત્રિપાઠીએ રજૂ કરેલી દલીલો પોક્સો એક્ટ હેઠળના સ્પે.જજ એમ.આર.શાહે આગોતરા જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.વલસાડ જિલ્લાના વાપી નજીક એક સગીરાને લગ્નની લાલચ આપી ખુલ્લી એકાંતવાળી જગ્યાએ લઇ જઇ વારંવાર દૂષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર ૩૫ વર્ષીય આરોપીની આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી.ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી સ્પે.જજ એમ.આર.શાહે આ હુકમ કર્યો હતો.
