Gujarat

વાપી નગર પાલિકાની સામાન્ય ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ રીતે યોજાયું

વલસાડ
વલસાડ જીલ્લા ના વાપી નગર પાલિકાની સામાન્ય ચૂંટણી માટે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં યોજાયું હતું. જેમાં વહેલી સવાર ૭ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધી ૯ ટકા જેટલું મતદાન નોંધાયું છે. વાપી નગર પાલિકાની સામાન્ય ચૂંટણી માટે દરેક મતદામ મથકો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વાપી નગર પાલિકાની સામાન્ય ચૂંટણીમાં કોરોનાની ગાઈડલાઈન નું પાલન કરીને ગાઈડલાઈન્સ પ્રમાણે મતદાન યોજાયું હતું. વાપી નગર પાલિકાના ૧૧ વોર્ડની ૪૪ બેઠકો ઉપર સામાન્ય ચૂંટણી જાહેર થઈ હતી. જેમાં ૧ બેઠક મ્ત્નઁએ બિનહરીફ મેળવી લેતા ૪૩ બેઠક ઉપર સમાન્ય ચૂંટણી યોજાઈ રહી છે. વાપી પાલિકા ની ૧૧ વોર્ડની ૪૩ બેઠકો પર ૧૦૯ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે ૧.૨૦ લાખ મતદારો ૧૦૯ ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય નક્કી કરશે. ચૂંટણીમાં લોકોમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. સવારથી મહિલાઓ વુર્ધ્ધો લાઇન લગાવી મતદાન કરી રહ્યા છે. વાપી નગર પાલિકાની ૪૪ બેઠકો જીતવાનો આશાવાદ મ્ત્નઁ અને કોંગ્રેસ કરી રહી છે. જ્યારે વાપી નગર પાલિકાની સામાન્ય ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પ્રથમ વખત ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. હવે જાેવાનું રહ્યું કે કોના હાથમાં આવે છે સત્તા ની કમાન.

Extreme-enthusiasm-among-voters-at-valsad.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *