જામનગર જિલ્લાની જાહેર જનતાને જણાવવાનું કે, વાહનના ફીટનેશ માટે સામાજિક અંતર જળવાઇ રહે તેમ જિલ્લાના વિવિધ તાલુકા સ્થળો પર વાહનોના ફિટનેસ ઇન્સપેકશન કરવાનું આયોજન થયેલ છે જે અનુસાર આર.ટી.ઓ. જામનગર દ્વારા જામનગર જિલ્લામાંતા.૨૭/૧૨/૨૦૨૧ના રોજ કાલાવડ ખાતે મુ. જી.ઇ.બી. ઓફીસની સામે, વાવડી રોડ, તા.૨૮/૧૨/૨૦૨૧ના રોજ ધ્રોલ ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સામે, બાયોડીઝલ પંપ પાસેતેમજ તા.૨૯/૧૨/૨૦૨૧ના રોજ લાલપુર અને જામજોધપુરખાતે વાહનોના ફિટનેશ થશે.
ઉપરના સ્થળ અને તારીખે માત્ર ઉપર સૂચવેલ વિગતે જ વાહનોના ફિટનેશ થશે. ફિટનેશ રીન્યુઅલ માટે આવતા અરજદારે ઓનલાઇન અરજી અને ફી પેમેન્ટ કરીને ફિટનેસ કામગીરી કરાવવા જવાનું રહેશે તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, જામનગરની યાદીમાં જણાવાયું છે.
દિવ્યા ત્રિવેદી
