Gujarat

વાહ આફરીન, હિન્દૂ મુસ્લિમ એકતા નું અનોખું ઉદાહરણ. ( 45 વર્ષ થી બાજુ બાજુમાં એક જ ધંધો પણ એક વાર નથી થઈ તું તું મેં મેં )

ભારત વિવિધ ધર્મો ને પોતાના હ્ર્દયમાં સમાવીને વિશ્વની સૌથી મોટી લોકશાહી સાથે બિનસાંપ્રદયિક દેશ તરીકે વિશ્વ આખામાં પ્રસિદ્ધ છે.
અહીં વિવિધ ધર્મો નાં લોકો સમભાવ અને પ્રેમ થી રહેતા હોય છે અને એક બીજાના ધાર્મિક પ્રસંગોમાં એક ધર્મ નાં લોકો બીજા ધર્મ માટે સેવાકીય કાર્ય કરતા કે તહેવાર ને ખુશીમાં ફેરવી સહભાગી થતાં હોય એવા દ્રશ્યો દેશના ખૂણે ખૂણે જોવા મળતાં જ હોય છે. પરંતુ સાથે સાથે ઘણી વાર અલગ અલગ વિચારસરણી તો ક્યાંક અતિશય અને નાદાન લોકોનાં ધર્મ જનૂન નાં પરિણામે ઘર્ષણ પણ કયાંક ને ક્યાંક બની જતું હોય છે.
પણ ધ્રાંગધ્રા શહેર માં જૂની નવયુગ ટોકીજ ની બહાર સીંગ ની લારી કાઢી ગુજરાન ચલાવતા ઠાકરશીભાઈ દલવાડી અને રફીકભાઇ ચૌહાણ ની વાત જ નિરાલી છે. એક જ ઘર માં રહેતા બે સગા ભાઈઓ વચ્ચે પણ જગડા આજના જમાના માં આમ વાત છે તયારે આ બંને એક જ ધંધો કરતા પાડોશી હોવા છતાં ભાઈ થી પણ વિશેષ રહીને જે મળે એમાં ખુશી ખુશી પોતાનું ગુજરાન ચલાવે છે.
45 વર્ષમાં એક બીજા નાં ખુશી નાં પ્રસંગો માં સહભાગી થઈ ને રહેતા આ પાડોશીઓ ઉપર ધ્યાન જવાનું મુખ્ય કારણ તેઓ આટલા વર્ષમાં ક્યારેય જગડ્યા નથી અને ધ્રાંગધ્રા ની તમામ સારી નરસી વાત નાં સમજુ સાક્ષી છે.
જનતા કી જાનકારી ન્યૂઝ ની મુલાકાતમાં તેઓએ ગોધરા કાંડ વખતે ધ્રાંગધ્રા નાં લોકલાડીલા આઈ કે જાડેજા એ જે પ્રકારે બંને પક્ષે લોકોને સાથે રાખી ને ધ્રાંગધ્રા માં એક પણ અનિચ્છનીય બનાવ નથી બનવા દીધો એ બાબતે આભાર સાથે તેઓ આઈ કે જાડેજા સાહેબની માતૃ વંદના યાત્રા વખતે લારીમાં થી નીચે ઉતરીને રેલીને આવકારતા હતાં અને સન્માન ભાવ સાથે આશીર્વાદ આપતાં હતાં એ વાત નો પણ એમની જૂની યાદો તાજા કરી ઉલ્લેખ કાર્યો હતો.
આગામી દિવસોમાં હિન્દૂ અને મુસ્લિમ અગ્રણીઓ એક સાથે મળીને સ્વચ્છ ધ્રાંગધ્રા માટે એક જુથ બનીને સહિયારો પ્રયાસ કરે એવા ઉમદા સંદેશ સાથે આવી નાનકડી રોજગારી માં પણ તેઓ ને સંતોષ છે કોઈના થી કોઈ ફરિયાદ નથી એમ જણાવે છે. બંને ની નિખાલસતામાં એક શબ્દ કે જેવી ઉપરવાળા ની ઈચ્છા અમે તો રાજી છીએ માટે દિલ થી હર એક નાં મોઢે વાહ નીકળી જાશે.
સમાજ માં આવા દ્રસ્ટાન્ત બહુ ઓછા જોવા મળે છે તયારે અલગ ધર્મ નાં હોવા છતાં આટલા વર્ષો કોઈ વિવાદ વગર ભાઈચારા થી રહેતા આવા મિત્રો ને અમારું વંદન છે અને અન્ય લોકો આવા જ પ્રેમ સાથે રહી ધ્રાંગધ્રા નાં વિકાસ માં સહભાગી બને એવી દિશાસૂચક વિનંતી છે.
રિપોર્ટ : હિતેશ રાજપરા

IMG-20211014-WA0212.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *