Gujarat

વિરપુર ગ્રામ પંચાયત માં સમરસ થતાં સરપંચ કારા ભાઈ અને ઉપ સરપંચ મુકેશભાઈ લગારીયા ને શુભેચ્છાઓ ધોધ જોવા મળી રહ્યો છે  

જામ કલ્યાણપુર તાલુકાના વિરપુર (લુસારી) ગ્રામ પંચાયત સમરસ થઈ છે ભારત માં લોહીશાહી જે પંચાયતી રાજની પાયાની સંસ્‍થા છે તેની ચૂંટણીમાં પક્ષિય ધોરણ રાખ્‍યું નથી. ગામડામાં વેરઝેર, કાવાદાવા, વૈમનસ્‍ય ઉભા ન થાય તેવી ભાવના ઉજાગર કરવા સમરસ યોજના છે. જેમાં તમામ ગ્રામવાસીઓ એકઠા મળી પોતાનામાંથી સર્વસંમતિથી ગ્રામ પંચાયતના વહીવટ માટે પ્રતિનિધિઓ નકકી કરે છે અને અનેક વ્‍યકિતઓ પોતાનો હક્ક જતો કરીને સમાજ માટે પ્રેરણારૂપ આચરણ કરી ગામનું ભલુ અને વિકાસ કરવાના ઉચ્‍ચ હેતુ માટે ઉમદા અભિગમ અપનાવે છે.ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ દિન-પ્રતિદિન ખૂબ જ ખર્ચાળ થતી જાય છે અને ગ્રામ્‍ય જીવનમાં મતભેદોનું વાતાવરણ વધારે છે.આવા સંજોગોમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ વ્‍યાપક સમજૂતીથી બિનહરીફ રીતે અને સર્વસંમતિથી થાય જેથી વિરપુર ગામે સ્‍થાનિક પ્રજા ગામના વિકાસના કામોમાં ઉમંગભેર ભાગ લિધો આને વિરપુર ના છાપાં બહાર આવેલાં મહાદેવ મંદિર ગ્રામજનો દ્વારા કારા ભાઈ કાભરીયા ને સરપંચ અને મુકેશભાઈ લગારીયા ને ઉપ સરપંચ તરીકે જાહેર કરી સમરસ નું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે
અહેવાલ વજસી વરવારીયા મોટા આસોટા

IMG-20211221-WA0055.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *