ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી પિતા બની ગયો છે. પત્ની અનુષ્કા શર્માએ દીકરીને જન્મ આપ્યો છે. વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ વચ્ચે છોડીને અનુષ્કા શર્મા સાથે રહેવાનો નિર્ણય કર્યો હતો. વિરાટ કોહલી અને અનુષ્કાનું આ પ્રથમ બાળક છે.
વિરાટ કોહલીએ આઇપીએલની શરૂઆત પહેલા ઓગસ્ટમાં ફેન્સને સારા સમાચાર આપ્યા હતા કે તે પિતા બનવાના છે, તેમણે પોતાની પત્ની અને એક્ટ્રેસ અનુષ્કા શર્મા સાથે તસવીર શેર કરીને જણાવ્યુ હતું કે જાન્યુઆરી 2021માં તેના ઘરે નાનું મહેમાન આવવાનું છે. આ તસવીરમાં અનુષ્કા બેબી બંપ સાથે જોવા મળી હતી.
વિરાટ કોહલીએ બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા સાથે 11 ડિસેમ્બર 2017માં ઇટાલીના ટક્સની સ્થિત આલીશાન રિસોર્ટમાં લગ્ન કર્યા હતા.