_જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાં રહેતા, પ્રીન્સ પંકજભાઇ રાઠોડ ગુજરાતની નામ ચીન્હ કંપનીમાં તરીકે ફરજ બજાવે છે, તા. ૧૪/૧૦/૨૦૨૧ ના જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારથી બસ સ્ટેન્ડ જવા માટે ઓટો રીક્ષામાં બેસેલ હતા. ઓટો રીક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે, તેનું લેપટોપ અને મોબાઇલ ફોનનુ બેગ રીક્ષામાં ભુલાઇ ગયેલ, જે બંનેની કી. રૂ. ૪૦,૦૦૦/- જેટલી હોય. તેમણે ઉક્ત લેપટોપ તથા મોબાઇલ ફોન પોતાની પરસેવાની કમાણીથી પાઇ પાઇ ભેગી કરી ખરીદેલ હોય, જે ભવિષ્યમાં મળવું મુશ્કેલ હોય, તે અને તેમનો પરીવાર વ્યથિત થઈ ગયેલ હતા. પ્રીન્સ દ્રારા આ બાબતની જાણ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાનો સંપર્ક કરેલ. ડીવાયએસપી દ્વારા પ્રીન્સ પ્રત્યે સંવેદના દાખવી અને તેનું ખોવાયેલ બેગ શોધવા જીલ્લાના નેત્રમ શાખાના (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પી.એસ.આઇ. પી.એચ.મશરૂને સૂચના આપેલ. જે સૂચના આધારે નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) અને બી ડીવીઝન પો.સ્ટે. દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._
_જૂનાગઢ રેન્જના *ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપસિંહ પવાર* તથા જૂનાગઢ *જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, *પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે…_
_જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ખાતેના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, એ.એસ.આઇ. વર્ષાબેન વઘાસીયા, પો.કો. વિમલભાઇ ભાયાણી, રાહુલગીરી મેઘનાથી, પાયલબેન વકાતર તેમજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.કો. વનરાજસિંહ સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી, પ્રીન્સ પંકજભાઇ રાઠોડ, જે સ્થળેથી ઓટો રીક્ષામાં બેઠેલ તે સ્થળથી જ્યા રીક્ષામાંથી ઉતરેલ ત્યા સુધીના *વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજ ચેક કરતા ઓટો રીક્ષાના નંબર GJ 18 AU 0687 શોધી કાઢેલ.*_
*_તે ઓટો રીક્ષાના નંબર આધારે રીક્ષા ચાલક ઇરફાન કાસમ નાઘોરી હોવાનુ શોધી કાઢવામાં આવેલ હતુ. રીક્ષા ચાલકને પોલીસ દ્રારા પૂછ પરછ કરતા તેમને ઉક્ત બેગની તપાસ કરતા બેગ પોતાની રીક્ષામા જ હોવાનુ જણાવેલ. રીક્ષા ચાલકની વધુ પૂછ પરછ કરતા પોલીસને જાણવા મળેલ કે બેગ રીક્ષામાં પેસેન્જર જે જગ્યાએ બેસે ત્યા નીચે પડેલ હોય જેથી રીક્ષા ચાલકની પણ તે બેગ ઉપર નજર ના પડેલ. આમ જૂનાગઢ પોલીસ દ્વારા પ્રીન્સ પંકજભાઇ રાઠોડનુ લેપટોપ અને મોબાઇલ ફોન સહીતનુ બેગ કે જેની કી. રૂ. ૪૦,૦૦૦/- છે, તે કીંમતી બેગ ગણતરીની કલાકોમાં સહી સલામત પરત કરેલ હતુ. જૂનાગઢ પોલીસ દ્વારા પોતાનું લેપટોપ મોબાઇલ ફોન સહિતનુ કીંમતી સામનનુ બેગ ગણતરીની કલાકોમાં સહી સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને પ્રીન્સ પંકજભાઇ રાઠોડએ જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો…._*
_જૂનાગઢ *જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી* દ્વારા પણ પ્રજા સાથે સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા અને જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) અને બી ડીવીઝન પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, જૂનાગઢ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં પ્રીન્સ રાઠોડનુ ૪૦,૦૦૦/- રૂ. ની કીમતનુ લેપટોપ, મોબાઈલ ફોન સહીતનુ બેગ સહી સલામત પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને ફરીવાર સાર્થક કરવામાં આવેલ છે…._

