Gujarat

વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી પ્રસંગે જૂનાગઢમાં સમાજ સુરક્ષા કચેરીએ વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો.  

ગિરગઢડા
  ભરત ગંગદેવ.
દર વર્ષે ૩ ડિસેમ્બરના વિકલાંગ વ્યક્તિઓ માટે આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ ઉજવવામાં આવે છે, ૧૯૯૨માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તેને આંતરરાષ્ટ્રીય પરંપરાગત તરીકે પ્રચરિત કરવામાં આવ્યો હતો. અપંગ લોકોમાં જાગૃતતા લાવવા અને તેમણે પ્રોત્સાહિત કરવા માટે ખાસ તો આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
સામાન્ય નાગરિકની જેમ વિકલાંગોને પણ તેમના તમામ હક મળી રહે તેમજ સમાજમાં તેમની સમાનતા વિકસાવવા માટે, સામાન્ય નાગરિકોની જેમ તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા અને તેમના સામાજિક-આર્થિક સ્થિતિને સુધારવા માટે લોકોને અપંગ વ્યક્તિઓના અધિકારો વિશે જાગૃત કરવા, “સંપૂર્ણ ભાગીદારી અને સમાનતા માટે આપણે આ દિવસની ઉજવણી કરીએ છીએ.
જૂનાગઢનાં સામાજીક ન્યાય અને અધિકારીકતા વિભાગ, નિયામક સમાજ સુરક્ષા અધિકારીની કચેરી ખાતે આજ તા. 03/12/2021 ના રોજ વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 50 થી વધુ સંખ્યામાં દિવ્યાંગ લાભાર્થી હાજર રહ્યા હતા તમેજ હાજર રહેલ તમામ દિવ્યાંગ લાભાર્થીઓને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એમ.એમ. રામાણી દ્વારા સરકાર દ્વારા મળતી સમાજ સુરક્ષા ખાતા મારફત મળતી દિવ્યાંગ કલ્યાણકારી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી તેમજ દિવ્યાંગ લાભાર્થીઓના પ્રશ્નોનું સ્થળપર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે હજાર રહેલ દિવ્યાંગ લાભાર્થીઓને  વી.ડી.આઈ.ડી. કાર્ડ, દિવ્યાંગ બસપાસ આપવામાં આવ્યા હતા તેમજ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને સર્ટિફિકેટ તેમજ ઓળખપત્ર (આઈ.ડી.કાર્ડ) આપવામાં આવ્યા હતા. તેમજ આ સાથે આપણાં ભારતમાં ઘણા એવા લોકો છે જે આપણને ઘણું બધુ શીખવાડે છે જે પોતાની વિકલાંગતાથી હાર નથી માનતા પરંતુ તેને પોતાની તાકાત બનાવે છે તો ચાલો આજે આપણે કેટલાક એવા લોકો દ્વારા અન્ય દિવ્યાંગને પણ પ્રેરણા આપીએ જેમકે,  સુધા ચંદ્રા, એચ.બોનીફેસ પ્રભુ, અરુણીમા સિંહા જેઓનું જીવનની કહાની જાણીએ તો તેમના જીવનમાથી આપણે ઘણું બધુ શીખી શકીએ છીએ અને પ્રેરણા પણ મેળવી શકીએ છીએ,
આ પ્રકારની  પ્રેરેક વાતો દ્વારા આત્મવિશ્વાસ વધે તેવા પ્રયત્નો પણ હાથ ધરવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જૂનાગઢ તેમજ કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા જહેમત ઉઠવામાં આવી હતી.

IMG-20211203-WA0418.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *