યાત્રાધામ અંબાજી શક્તિ ભક્તિ આસ્થાનું ત્રિવેણી સંગમ છે અંબાજી યાત્રાધામ થી પ્રસિદ્ધ છે અંબાજીની ગામની ધર્મપ્રેમી જનતા ભારત દેશના જુદા જુદા સ્થાનોમાં યાત્રા કરતા હોય છે તેવુંજ એક તીર્થસ્થાન રામેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ છે ત્યાં અંબાજીના એક વૃધ્ધ દંપતીએ પેદલ યાત્રા કરી અંબાજી પરત ફર્યા
ખરેખર અકલ્પનિય કહેવાય,આ ઉમર માં લોકો 25 કિલોમીટર ના ચાલી શકે અને આમને 2500 કિલોમીટર ની લાંબી યાત્રા કરી છે રબારી મેઘાજી દાનાજી અને હોજીબેન મેઘાજી રબારી જે વૃદ્ધ હોવા છતાં રામેશ્વર મહાદેવ ની અંદાજીત 2500 કિલોમીટરની લાંબી યાત્રા પગપાળા કરી જે ખરેખર અકલ્પનીય બાબત છે તે યાત્રા આ ધાર્મિક દંપતિ દ્વારા પૂર્ણ કરી અંબાજી પરત ફર્યા છે અંબાજી ગામના ધર્મપ્રેમી જનતા તને ફુલ હાર દ્વારા ઢોલ-નગારા સાથે અંબાજી મુકામે ખોડી વલ્લી ડીકે સર્કલ અંબાજી ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું જે યાત્રિકો આવી કઠિન યાત્રા કરે છે તેમના દર્શન માત્રથી યાત્રાનું પૂર્ણ મળે છે તેવી માન્યતા હિન્દુ ધર્મમાં માનવામાં આવે છે તેમના દર્શન અને સ્વાગત માટે અંબાજી ગામ ની ધર્મ કેરી પ્રેમી જનતા ઉમટી પડી હતી અને ફુલહાર સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


