લગ્નની સીઝન શરૂ થવાની છે. એ પહેલા ઘણા કપલ્સ પોતાનું પ્રી વેડિંગ શુટ કરાવતા હોય છે. આ માટે મોટાભાગના કપલ્સની પહેલી પસંગ કોઈ રોયલ પેલેસ કે વોટરફોલ થતો હોય એવી જગ્યા હોય છે. પણ ઘણી વખત એવું બને છે કે, સારૂ બેગ્રાઉન્ડ બનાવવા જતા બાજી બગડી જાય છે. સારી રીતે પ્રિવેડિંગ યાદ રહેવાના બદલે એક માઠી ઘટના તરીકે એની યાદ કાયમ થઈ જાય છે. આવો જ એક કિસ્સો પાડોશી રાજ્ય રાજસ્થાનના સિટી ચિતૌડગઢમાંથી સામે આવ્યો છે. જ્યાં એક કપલ પ્રી વેડિંગ શુટ કરાવવા માટે ગયું હતું.
ચિત્તોડગઢના રાવતભાટા વિસ્તારમાં કોટાથી યુવક-યુવતી માટે પોતાના પ્રી-વેડિંગ શૂટિંગ માટે ગયા હતા. પણ ત્યાંથી પાછા વળવું મુશ્કેલ થયું હતું. ચિતૌડગઢ પાસે આવેલા ચુલિયા ધોધમાં ફોટોગ્રાફી કરી રહ્યા હતા ત્યારે બંને તેમના મિત્ર અને બહેન સાથે ધોધ વચ્ચે પાણીમાં ફસાઈ ગયા હતા. ફરજિયાત એક મોટા પથ્થર પર લાંબા સમય સુધી બેસી રહેવાનો વખત આવ્યો હતો. ફોટોગ્રાફર કોઈ રીતે બહાર નીકળી ગયો અને પોલીસને જાણ કરી. જેથી આ કપલનો જીવ બચ્યો હતો. પણ જે કેમેરામાં આ પ્રી વેડિંગ થયું એ કેમેરો પાણીમાં વહી ગયો હતો. પોલીસ અને સિવિલ ડિફેન્સની ટીમે 3 કલાકની જહેમત બાદ ચારેયને ત્યાંથી બહાર કાઢ્યા હતા. આ વિસ્તાર આ પ્રકારના પ્રી વેડિંગ અને ફોટોગ્રાફી માટે પ્રતિબંધીત છે. કારણ કે, જ્યારે ડેમના દરવાજા ખોલવામાં આવે છે ત્યારે પ્રચંડ વેગ સાથે પાણીનો પ્રવાહ અહીંથી પસાર થાય છે. આ કપલ ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે એક પથ્થર પર બેસી રહ્યું હતું.પ્રતિબંધિત વિસ્તારમાં ના પાડવા છતાં ફોટોગ્રાફી કરાવીને ચારેયને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. બંને તા.1લી ડિસેમ્બરે લગ્ન કરી રહ્યા છે. આ કેસમાં પોલીસ સ્ટેશન ઓફિસર રાજારામ ગુર્જરે કહ્યું છે કે મંગળવારે રાણા પ્રતાપ સાગર ડેમના દરવાજા સવારના સમયે ખોલવામાં આવ્યા હતા. પુષ્કળ પાણી આવવાને કારણે ચુલિયા ધોધમાં પ્રવાહ તીવ્ર બન્યો હતો. પથ્થરોની વચ્ચે ચારેબાજુ ઉંડાણ સુધી પાણી ભરાયેલું હતું. જેના કારણે આ કપલ અહીંથી નીકળી શક્યું નહીં. આ ઉપરાંત સતત પાણી વહેવાને કારણે જોખમ લઈ શકાય એમ ન હતુંઆ દરમિયાન કોટાના આશિષ ગુપ્તા (ઉ.વ.29) અને તેની ભાવિ પત્ની શિખા (ઉ.વ.27) પ્રી-વેડિંગ શૂટ માટે અહીં આવ્યા હતા. તેની સાથે યુવકનો મિત્ર હિમાંશુ (22) અને યુવતીની માસીની દીકરી પણ હતા. ચારેય ફોટોગ્રાફરો મુખ્તાર સાથે પાણીમાં ગયા હતા. પણ મુખ્તાર ત્યાંથી કોઈ પણ રીતે નીકળી ગયો અને પોલીસને જાણ કરી.યુવક-યુવતીઓ પથ્થરો પર બેસીને તસવીરો ખેંચાવી રહ્યા હતા. અચાનક પાણી વધવા લાગ્યું. પાણીને જોઈને ફોટોગ્રાફરે પાછા જવાનું કહ્યું, પરંતુ ચારેયએ એની વાત માની નહીં. ઘૂંટણ ઊંડે પાણી અને ભરતીના કારણે ચારેય લોકો ફસાયા હતા. પાણીમાંથી બહાર આવતાની સાથે જ ફોટોગ્રાફરે પોલીસને જાણ કરી. પોલીસે ઉમેર્યું કે, માહિતી મળતાં રાણા પ્રતાપ સાગર ડેમના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. સિવિલ ડિફેન્સની ટીમે લગભગ 3 કલાક સુધી ફસાયેલા ચાર લોકોને બચાવ્યા હતા. યુવા આશિષ ગુપ્તા કોટાના જળ સંસાધન વિભાગમાં સહાયક જુનિયર એન્જિનિયર છે. શિખા એક શિક્ષિકા છે. ચારેયની પૂછપરછ કરવામાં આવી રહી છે.
ઉમંગરાવલ


