Gujarat

વેરાવળમાં જાહેર સ્થળોએ ઘાસચારો વેંચવા પર પ્રતિબંધ : અકસ્માત, ટ્રાફિક અને ગંદકી જેવી સમસ્યાઓ નિવારવા તંત્રનો સ્તુત્ય નિર્ણય

ઘાસચારાના વેચાણ માટે ખડખડ ગરબી ચોક, રાધે ક્રિષ્ના, ઝુલેલાલ અને વેણેશ્વર મંદિર નજીકની જગ્યા નક્કી કરવામાં આવી..
 ગિરગઢડા
 ભરત ગંગદેવ
પાટણ-વેરાવળ સયુંક્ત નગરપાલિકાના વિસ્તારમાં જાહેર માર્ગો અને અન્ય સ્થળોએ ગાયો-પશુઓ વગેરે માટે ઘાસચારાનુ વેંચાણ કરવામાં આવતું હતું. જેના કારણે અકસ્માત, ટ્રાફિક અને ગંદકી જેવી સમસ્યાઓ ઉભી થતી હતી. જેને નિવારવા માટે પાટણ-વેરાવળ સયુંક્ત નગરપાલિકા દ્વારા ચાર સ્થળોએ જ ઘારચારો વેચવાનો નિર્ણય કર્યો છે. આ માટે જિલ્લા કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહીલ દ્વારા સત્તાવાર  જાહેરનામુ પણ બહાર પાડવામાં આવ્યું છે.
ઘાસચારા વેચાણ માટે નક્કી કરાયેલા સ્થળોમાં ખડખડ ગરબી ચોક, રાધે ક્રિષ્ના મંદિર, ઝુલેલાલ મંદિર અને વેણેશ્વર મંદિર નજીકની જગ્યાનો સમાવેશ થાય છે. આમ, હવે જાહેર જગ્યાએ ઘાસચારો વેચવા પર કાયમી ધોરણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેથી જાહેર સ્થળોએ ઘાસચારો વેચવાનો રહેશે નહી. તેમજ આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
વેરાવળના પ્રાંત અધિકારી શ્રીમતિ સરયુબેન જણકાતએ પણ જાહેર માર્ગે અને અન્ય જાહેર સ્થળો પર ઘાસચારાનુ વેચાણકર્તાઓને નક્કી કરાયેલા સ્થળોએ જ ઘાસચારાનુ વેચાણ કરવા માટે અનુરોધ કર્યો છે. જેથી સુચારૂ વ્યવસ્થા જળવાઈ રહે. તેમ તેમણે ઉમેર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *