Gujarat

શહેરમાં અનેક સ્થળે હોર્ડિંગ્સ-પતરા પડતા લોકોમાં ભયની સ્થિતિ

ત્રણ દિવસ પહેલાથી તૈયારી હતી છતાં પણ કોર્પો. દ્વારા જોખમી હોર્ડિંગ્સ-વૃક્ષો દૂર ન કરાયાની ફરિયાદ

અમદાવાદ

તાઉતે વાવાઝોડુ સૌરાષ્ટ્ર બાદ આજે બપોર પછી અમદાવાદમાં પ્રવેશતા જ ભારે પવન અને વરસાદને પગલે સ્થિતિ ખૂબ જ ખરાબ બની હતી.વૃક્ષો અને હોર્ડિંગસ પડતા ભારે નુકશાન થયુ છે.અનેક સ્થળોએ ચાર રસ્તાઓ અને બ્રિજ પર હોર્ડિંગ્સ-પડતા લોકોમાં ભયની સ્થિતિ સર્જાઈ હતી.

અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે પવનને લીધે હોર્ડિંગ્સ પડયા હતા. કોર્પોરેશનના અને અન્ય પ્રાઈવેટ એજન્સીઓના મસમોટા હોર્ડિગ્સ ભાર પવનને લીધે જમીન પર પડતા લોકોમાં ડર પણ ફેલાયો હતો.ખાસ કરીને હાઈવે પરના અને ચાર રસ્તાઓ પરના હોર્ડિંગ્સના પતરાઓ પડતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.તો કેટલાક લોકોએ દુરથી મોબાઈલમા વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર મુક્યા હતા.

બીજી બાજુ લોકોમાં એવી પણ ફરિયાદો ઉઠી હતી કે ત્રણ દિવસ પહેલાથી વાવાઝોડુ અમદાવાદમા પ્રવેશશે તેવી ચેતવણી હતી અને તૈયારીઓ પણ ચાલતી હતી ત્યારે કોર્પોરેશન દ્વારા મોટા જોખમી હોર્ડિંગ્સ અને તુટેલા હોર્ડિંગસા પતરાઓ કાઢવાની તસ્દી લેવાઈ ન હતી.ઘણા વિસ્તારોમાં લોખંડના થાંભલાઓ પરના મસમોટા  પતરાઓના હોર્ડિંગસના પતરા તુટયા હતા તો કેટલાક વિસ્તારોમાં આખા હોર્ડિંગ્સ જ લોખંડના થાંભલાઓ સાથે તુટીને નીચે પડયા હતા.જો કે સદનસીબે હોર્ડિંગસ પડવાથી મૃત્યુની કોઈ પણ ઘટના સામે આવી નથી પરંતુ લોકોમાં ભયન માહોલ ફેલાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *