મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
લોકપ્રિય ગુજરાતી ગાયિકા શિવાની દવેનું નવુ લવ સોંગ “પ્રેમની નિશાની” યુટ્યુબ ચેનલ લક્ષ્ય ફિલ્મસ્ સાથે રજૂ થયુ છે અને ખૂબ ઝડપથી તેના વ્યુ વધી રહ્યા છે. એક વખત સાંભળ્યા પછી દરેક તેને ફરીથી સાંભળવા આકર્ષાય છે. રાજેશ ચૌહાણ દ્વારા લખાયેલ આ લવ સોંગ જય અંબે રેકોર્ડિંગ સ્ટુડિયોમાં નિર્માતા સંજય વાઘેલાએ તૈયાર કરાવ્યુ છે. શબ્દોમાં રજૂ થયેલ ભાવ ગાયિકા શિવાની દવેએ ખૂબ સરસ રીતે પોતાની ગાયિકીમાં રજૂ કર્યું છે. શિવાની દવે એક લોકપ્રિય ગુજરાતી ગાયિકા અને સ્ટેજ આર્ટિસ્ટ છે. આ અગાઉ પણ તેના અનેક ગીતો અને ભજન યુટ્યુબ ઉપર રજૂ થયા છે જેના વ્યુ સતત વધતા જાય છે એ જ તેની સફળ અને સુંદર ગાયિકીનો પુરાવો છે. લોકપ્રિયતાની ટોચ તરફ આગળ વધી રહેલ ગાયિકા શિવાની દવે એ હાલ એપીએમએસ આઈડોલ 2021 સીંગીગ સ્પર્ધામાં ભાગ લીધો છે અને 50 જેટલા સ્પર્ધકોમાં તે ટોપ 10 માં પહોંચવાની નજીક છે. આ નવા ગીત પ્રેમની નિશાની ગાયિકા શિવાની દવેને એક નવી ઓળખ અને વધુ ઉંચાઇ આપશે તે સ્પષ્ટ છે.
જેની યુટ્યુબ લીંક આ સાથે આપી છે


