*”શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢમાં વિદાય સમારોહ”* શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર માં ચાર વર્ષથી “દીદી” તરીકે ફરજ બજાવતા રીંકલબેન મકવાણા વિદ્યાલય માંથી વિદાય લઈ રહ્યા હોવાથી વિદ્યાલયમાં વિદાય સમારોહ નું આયોજન કરવામાં આવ્યું તારીખ-6/03/2021ને શનિવારના રોજ વિદ્યાલયમાં સમુહ ભોજન નું આયોજન કરવામાં આવ્યું ત્યારબાદ રીંકલ દીદી ના ચાર વર્ષની વિદ્યાલય કામગીરી ને યાદ કરવામાં આવી “શ્રી સરસ્વતી વિદ્યામંદિર પરિવારે”તથા પ્રધાનઆચાર્ય શ્રી હસમુખ ગુરુજી તથા સહપ્રધાન આચાર્ય શ્રી રાજેન્દ્રગુરુજી દ્વારા ભેટ-સોગાદો આપીને સન્માનિત કર્યા હતા. વિદાયસમારોહને શ્રી સરસ્વતી વિદ્યામંદિર પરિવાર થાનગઢ દ્વારા સફળ બનાવવામાં આવ્યો. રિપોર્ટ જયેશભાઈ મોરી


