શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામ ખાતે ભારત સરકારના કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા તા. ૩/૧૧/૨૦૨૧ બુધવારના રોજ સાંજે ૫ કલાકે દર્શનીય મુલાકાતે આવી પહોંચ્યા હતા. શ્રી સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરી શ્રી કુંડલેશ્વર મહાદેવજીના દર્શન કર્યા ત્યારબાદ ઐતિહાસિક દરબારગઢની મુલાકાત લીધી હતી.
પૂજ્ય શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી ચાલતી શ્રી સ્વામિનારાયણ સત્સંગ શિબિર તથા વિવિધ આધ્યાત્મિક એવમ્ સામાજિક પ્રવૃત્તિઓથી પ્રભાવિત થયા. સંતો દ્વારા મંત્રી નું સ્વાગત કરવામા આવ્યુ હતુ..
તસવીર-વિપુલ લુહાર


