*સતાધિશોની ભ્રષ્ટાચારી વહિવટી કટોકટીથી કડડભુસ લોકશાહી*
સરકાર એટલે શું ? સરકાર એટલે કોણ ? લોકશાહી નાગરીકોને અધિકાર ન્યાય કોણ આપે છે ? શું અધિકારીઓ સરકાર છે ? શું કાયદાઓ સરકાર છે ? સરકાર એટલે કોણ છે ? કોને સરકાર સમજો છો કોને સરકાર માનો છો ?
સરકાર એટલે પ્રજાના પ્રતિનિધિઓની કાયદાસભાઓએ નિયત કરેલા નિયમોથી ચાલતી વહિવટી સમાજ વ્યવસ્થા, નાગરીકોને સમાનતાથી ન્યાય અધિકાર આપવાના નિયમોથી વહિવટી વ્યવસ્થા માટે લાખો સરકારી નોકરોને જનતાના પૈસામાં થી પગાર ભથ્થા સુવિધા અને નિયમોથી જવાબદારીઓ આપીને રાજયસેવક નોકરીએ રાખવામાં આવ્યા છે એ લોકો નિયમો, કાયદાઓથી ન્યાય સંચાલન કરે તે સરકાર..
લોકશાહી સરકારની રચનાનો પાયો નાગરીકોનું મતદાન છે મતદાન એક મહાકર્મ છે અયોગ્ય મતદાન મોટું પાપકર્મ બને છે, ગુજરાતમાં હાલ વહિવટી વ્યવસ્થા ખોરવાયને કડડભુસ થયેલી છે તેમાં સરકારી અધિકારીઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ચાલુ રાખવામાં આવે છે તે જવાબદાર છે અને એને છાવરનારા મંત્રીમંડળ છે, જ્યાં સુધી મતદારો ગંભીરતાથી મતદાન કરશે નહી ત્યાં સુધી ભ્રષ્ટાચારી વ્યવસ્થા વધુને વધુ વિસ્તરતી રહે છે, હાલ વહીવટીતંત્ર કડડભુસ થયેલી છે, પ્રજાને કયાંય ન્યાય મળતો નથી, સામાન્ય નાગરીક કોર્ટમાં, પોલીસમાં, સરકારમાં વર્ષો સુધી ન્યાય માટે ભકટતા રહે છે, અધિકારીઓ મનફાવે તેવા અર્થઘટનો કરીને જનતાને ગુલામ સમજે છે,
સરકારમાં અમલમાં હોય તે કાયદાઓ અને નિયમો દરેક નાગરીકોને સમાનતાથી લાગુ પડે છે સામાન્ય નાગરીકોને જે નિયમો અને કાયદાઓ લાગુ પડે છે એ કાયદાઓ અને નિયમો સરકારી અધિકારીઓ, કર્મચારીઓને લાગુ પડે છે, કાયદાઓ અને નિયમોનું સંચાલન કરવાની જવાબદારીની ફરજ બજાવવા જનતાનો પગાર લેનારા દરેકને ફરજીયાત રીતે કાયદાઓ અને નિયમોનું પાલન કરવાનું છે તેના બદલે સામાન્ય નાગરીકોને લાગુ પડતા એકપણ નિયમો સરકારી અધિકારીઓને લાગુ પડતા નથી, સરકારી અધિકારીઓ વિશેષ નાગરીક સતાઓ ભોગવી રહ્યા છે, રાજય સેવક નોકર જનતા ઉપર કાયદાઓથી સતા ચલાવે છે અને પોતાના ઉપર લાગુ પડતાં દરેક નિયમોનો ભંગ કરે છે,
પ્રજા કોર્ટમાં ન્યાય માટે જાય છે પૈસા અને સમય ખર્ચે છે, લોકો ન્યાય માટે હાઇકોર્ટમાં લડતા રહે છે, હાઇકોર્ટમાંથી સંખ્યાબંધ જજમેન્ટો બહાર પડે છે હાઇકોર્ટના જજમેન્ટ આધારે સરકાર ન્યાયીક નિર્ણય અને કાર્યવાહી કરે નહી તેથી અરજદારો સરકાર સામે કન્ટેમ દાખલ કરે છે, હાઇકોર્ટેના કન્ટેમ થયેલા સંખ્યાબંધ મેટરો સરકારી વિભાગોમાં અમલ કરવામાં આવતો નથી, અરજદારો કોર્ટમાં લાખો રૂપિયા ખર્ચયા પછી પણ સરકારી અધિકારીઓનો ભ્રષ્ટાચારને કારણે ન્યાય મળતો નથી,
ગુજરાતમાં જમીન મહેસુલ વિભાગ અને ગૃહ વિભાગ સૌથી વધુ ભ્રષ્ટ અને અન્યાયી વહિવટ ચલાવીને લોકશાહી નાગરીક અધિકારોનો ભંગ કરે છે, ખેતીની જમીનોના વહિવટ માટે ગણોતધારો અને મહેસુલ ધારો અમલમાં છે આ કાયદાઓમાં પાયાની સતાઓ તાલુકાના મામલતદારને આપેલી છે, જમીનોના વહિવટની જવાબદારી મામલતદારને પુર્ણ રૂપે સોંપવામાં આવેલી છે, જે કાયદાઓ મહેસુલ સચિવ માટે છે એજ કાયદાઓ અને જોગવાઇઓ મામતલદાર પાસે છે સમગ્ર રાજયમાં કાયદાઓ અને જોગવાઇઓ એક સમાન છે ઉપરાંત જમીનનું તમામ સરકારી રેકોર્ડ ઉપર લખાણ કરવા, ફેરફાર કરવાની જવાબદારી અને સતાઓ મામલતદારને છે, મામલતદાર પોતે એકઝયુટીવ મેજીસ્ટ્રેટ, તાલુકા મહેસુલ પંચના અધિક્ષક અને મહેસુલ અધિકારી છે આ ત્રણેય સતાઓથી મામતલદાર તાલુકાનો રાજા અને ન્યાય કર્તા રાજયસેવક છે, તમામ સરકારી રેકોર્ડ મામતલદાર કચેરીના કબ્જામાં હોય છે, જમીન હક અધિકાર ન્યાય નો એક એક શબ્દ લખવા, બદલવા, સુધારવા, બગાડવાની સતા ફકત મામલતદારને છે, એટલે જમીનની દરેક ગેરરીતી અને ભ્રષ્ટાચાર અને કૌભાંડમાં મામતલદાર પ્રથમ જવાબદાર હોય છે,
જમીનના કાયદાઓમાં ૧૯૫૧ માં બંધારણ અમલમાં આવતા, ૧૯૪૮ ના ગણોત ધારાને અનુલક્ષી, ૧૯૫૪ થી ૧૯૫૭ સુધી ગ્રામ્ય પંચાયતોમાં જાહેરસભાઓમાં ખેતી કરતા ખેડૂતોની ખાત્રી કરીને ગામ નમુના નંબર ૧ માં ખેડૂત જમીનદારની નોંધ કરવામાં આવી હતી, એ પ્રમોલગેશન કરવામાં આવ્યું તે સમયે રાજયમાં ૧૯૫૭ પહેલાના તમામ ઇનામી ધારાઓ વિલિન કરીને ૧૯૫૭ થી સમગ્ર રાજયમાં એકસમાન ગણોત ધારો લાગુ પડયો પરંતુ ૧૯૬૦ માં મુંબઈ રાજયથી ગુજરાત રાજય સ્વતંત્ર થતા ફરી ૧૯૬૦ ની સ્થિતિએ ગણોતધારો સમાનતાથી લાગુ પડયો.
સરકારી જાહેર જમીનો ઉપર દબાણ અને ગેરકાયદેસર કબ્જો, બાંધકામો કરેલા હોય તો તેને દંડ વસુલીને નિયમિત કરી આપવાની મહેસુલ સમિતિ રચવામાં આવેલી છે સરકારી જમીનો પચાવી પાડનારા સામે લેન્ડગ્રેબીંગ એકટનો કાયદો લાગુ પડતો નથી, કેટલી સરકારી જમીનો, પડતર જમીનો, ગૌચર જમીનો, ક્યાં સ્થળે, ક્યાં સર્વે નંબરમાં છે તેનો રેકોર્ડ મામલતદાર કચેરી અને તલાટી કચેરીમાં હોય છે, સરકારી જમીનો દબાણ થાય, બાંધકામ થાય, ખનીજ ખાણકામ થાય એમાં સૌથી પહેલા તલાટી, સર્કલ, મામલતદાર ગુનેગાર હોય છે, મામલતદાર કચેરીની સંડોવણી વિના કોઇપણ જમીન કૌભાંડ શકય નથી,
જમીન કૌભાંડ માટે, જમીન રેકોર્ડ, જમીન અધિકારોની કાર્યવાહીઓમાં કરવામાં આવતા કાગળો, દસ્તાવેજો વગેરે લેખીત આધારો ગેરકાયદેસર હોય તો ફોજદારી ગુનો બને છે છતાં પોલીસ અને ગૃહ વિભાગ મિલ્કતો, જમીન સંબંધિત ગુનાઓના દસ્તાવેજી કાગળોને ફોજદારી ગુનાને બદલે દિવાની સિવિલ ગુનો ગણી હજારો નાગરીકોની ફરીયાદ એફ.આઇ.આર. નોંધતી નથી, મામલતદાર કચેરીમાં રેકોર્ડ ઉપર ગેરરીતી કરી નિયમ વિરુદ્ધ ફેરફાર કરેલ હોય તો જવાબદાર મામલતદાર, નાયબ મામલતદાર, સર્કલ, તલાટી ઉપર પણ ફોજદારી ગુનો લાગે છે, સરકાર સામાન્ય નાગરીકો ઉપર બધા કાયદાઓનો શસ્ત્ર તરીકે અમલ કરે છે, જ્યારે રાજયના નાગરીક હોય તેવા સરકારી અધિકારીઓને ખાતાકીય તપાસનું રક્ષણ આપીને અધિકારીઓના ફોજદારી ગુનાઓ છાવરમાં આવે છે,
ભારતમાં ૧૯૫૧ થી સમાનતાના આધિકારનુ બંધારણ લાગુ પડયુ છે, ૧૯૬૦ થી ગુજરાત વિધાનસભાની રચના થયા પછી સમગ્ર ગુજરાતમાં તમામ નાગરીકોને એકસમાન કાયદાઓ લાગુ પડેલા છે, એક વિધાનસભા અને એક લોકસભા માટે જે નાગરીકો મતદાન કરતાં હોય એ બધા નાગરીકોને રાજયમાં અમલમાં રહેલા કાયદાઓ એક સમાન લાગુ પડે છે,
પોલીસને એફ.આર.આર. નોંધવાની, તપાસ કાર્યવાહીની, અને ન્યાયપીઠ સમક્ષ રજુ કરવાની ફરજ અને જવાબદારી છે, ફરીયાદીએ ફરીયાદ એફ.આઇ.આર. ખોટી નોંધાવી હોય તો ફરીયાદી ઉપર ગુનો દાખલ કરવાની ફરજ પોલીસને આપેલી છે, એફ.આઈ.આર. મુજબના ગુનાને સાબિત કરવાની જવાબદારી ફરીયાદી નાગરીકની છે, પોલીસ એફ.આઇ.આર. વિના અટક કરે છે તે મહંદ અંશે ગેરકાયદેસર છે, જાહેર સુલેહ શાંતિ અને વિવિધ જાહેરનામાઓ સબબ પોલીસની મનસ્વી નિર્ણયથી અટક કરવાની સતા પોલીસને નથી, બંધારણથી મળેલી સ્વતંત્રતા ઉપર સીઆરપીસી, આઇ.પી.સી. નો અમલ કરવા કાયદાથી સમન્સ આપવાની અને સમન્સ વિના અટક કરવા ચોકકસ કારણ હોય તો સાક્ષી, અથવા નાગરીકના પરીવારજનોને લેખીત જાણ કરીને અટક કરવાની હોય છે, એફ.આઇ.આર. નોંધવામાં આવતી નથી અને ચોકકસ નિયમ ના પાલન વિના પોલીસ મનસ્વી રીતે નાગરીકની અટક કરે છે ત્યારે પોલીસ કર્મચારી, અધિકારી સામે પણ કોર્ટમાં ફોજદારી ગુનો દાખલ કરી શકાય છે,
તાલુકા જીલ્લાઓમાં થયેલા અન્યાય સામે સચિવાલયમાં સચિવો, મંત્રીઓને જનતા લેખીત પુરાવાઓ સાથે અરજીઓ કરે છે, રૂબરુ રજુઆતો કરે છે, સચિવાલયના અધિકારીઓ જીલ્લાના અધિકારીઓ પાસે અહેવાલ મંગાવે છે, ખુલાસા મંગાવે છે, મંત્રીઓ એના મદદનીશોના લેટરપેડ ઉપર નિયમાનુસાર કાર્યવાહી કરવાના વિનંતી પત્રો લખે છે, નિયમાનુસાર કાર્યવાહી થતી નથી ત્યારે જનતા સચિવો અને મંત્રીઓ સમક્ષ ફરીયાદો અને અરજીઓ રજુ કરે છે તો ન્યાય આપવાને બદલે સચિવો અને મંત્રીઓ એના એજ નિયમો મુજબ નિયમાનુસાર કાર્યવાહી કરવાના વિનંતી પત્રો લખે છે, કોઇ આદેશ કે હુકમ કરવામાં આવતા નથી, જીલ્લા કક્ષાએથી સાચી રજુઆત સચિવો અને મંત્રી સમક્ષ આવે ત્યારે જીલ્લાના અધિકારીઓના ગેરરીતીઓ અને ગુનાઓ પુરાવાથી સાબિત થાય છે નિયમાનુસાર કાર્યવાહી કરી નથી એ સાબિત થાય છે જેથી સૌથી પહેલા નિયમાનુસાર કાર્યવાહીની પ્રમાણીક ફરજ બજાવી નથી તેવા જીલ્લાના જવાબદાર રાજતસેવકને ફરજ મોકુફ કરી સસ્પેન્ડ કરવાની તાકીદની કાર્યવાહી કરવી જોઇએ તેના બદલે એનાએજ ગુનાખોર અધિકારીઓ પાસે અહેવાલ માંગીને અરજદારોને મુર્ખ બનાવાય છે અને ભ્રષ્ટાચારીઓને સમર્થન આપવામાં આવે છે,
તાલુકા જીલ્લામાં અમલમાં રહેલા કાયદાઓ અને નિયમો સચિવાલયમાં અમલમાં રહેલા નિયમાનુસાર હોય છે, તાલુકા જીલ્લા કક્ષાએથી ન્યાય નહી મળતા સચિવાલય આવેલી અરજીઓ માટે ફરજમાં ગુનાહીત બેદરકારી રાખી ભ્રષ્ટ કાર્યવાહી કરનાર જવાબદાર કર્મચારીઓ, અધિકારીઓને જનતાએ રજુ કરેલા દસ્તાવેજી પુરાવા આધારે નોકરીમાંથી બરતરફ કરવા જોઇએ, સચિવો પાસે તેના વિભાગના તાબાના નીચેના અધિકારીઓને સસ્પેન્ડ કરવા અને બરતરફ કરવાની સતાઓ છે, છતાં નિયમો, ખાતાકીય તપાસો, ફેરતપાસો, અહેવાલો, વગેરે છટકબારીઓથી ભ્રષ્ટાચારી અધિકારીઓને સચિવાલયથી પરોક્ષ રક્ષણ પુરુ પાડવામાં આવે છે,
જો પ્રમાણીક અધિકારીઓ અને તટસ્થ લોકશાહી વહિવટી વ્યવસ્થા પ્રમાણે સામાન્ય નાગરીકને તલાટી ઓફીસ, મામલતદાર ઓફીસ, અને નજીકના પોલીસ સ્ટેશનથી ઉપર જવાની, અરજી કરવાની જરુરત હોતી નથી, છતાં આજે ન્યાય અને અધિકાર માટે સામાન્ય નાગરીકને સચીવો, મંત્રીઓ, હાઈકોર્ટે સુધી ગયા પછી પણ ન્યાય મળતો નથી..વહિવટી કટોકટી બની ચુકેલી વ્યવસ્થા માટે અનેક ઠરાવો નાબુદ કરવા, નવા ઠરાવો કરવા, જુના અધિનિયમો રદ કરવા, સુધારવા, અને નવા અધિનિયમો બનાવવાની આવશ્યકતા રહેલી છે,
તકેદારી આયોગ જાતે પોતે કોઇ તપાસ કરતુ નથી, તકેદારી આયોગ જે વિભાગના જે અધિકારી સામે અરજદારની ફરીયાદ હોય તે વિભાગને તપાસ અને અરજીઓ મોકલી આપે છે, તકેદારી વિભાગમાં હજારો અરજીઓના અહેવાલો તપાસો એના એજ વિભાગોમાં ચાલતી રહે છે, અધિકારીઓ એકબીજાને છાવરતા રહે છે, અને ભ્રષ્ટાચારી અધિકારીઓ ઉતરોતર પ્રમોશન મેળવીને વધુને વધુ ઉંચા હોદાઓ ઉપર સતા મેળવતા રહે છે,
સચિવાલય અને તકેદારી આયોગમાં કરવામાં આવેલી અધિકારીઓ સામેની ફરિયાદો ૧૦ થી ૧૨-૧૫ વર્ષ સુધી ચાલતી રહે છે, બદલી થતી રહે છે નવા નવા અધિકારીઓ નવા નવા કાગળો, જવાબો, અભિપ્રાયો રજુ કરી કરીને અરજીઓ ઘુમરાવતા ફેરવતા રહે છે જેના કારણે ત્રીજા વર્ગનો ભ્રષ્ટાચારી બીજા વર્ગમાં અને પહેલા વર્ગનું પ્રમોશન મેળવીને છેવટે નિવૃત થાય તે પછી એમની સામેની તપાસ પુરી થતી, ગુનાખોર ભ્રષ્ટાચારી અધિકારી પેન્શન ચાલુ કરીને જલ્સા કરે છે વર્ષો સુધી જનતા ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે લડી લડીને ખુવાર થતી રહે છે,
સરકારમાં બેઠેલા સતાધિશોના ભ્રષ્ટાચાર સામે જનતાએ પોતાના પૈસે લડવાનું હોય છે ન્યાય માટે કોર્ટમાં અરજદારે જાતે લડવાનું હોય છે જ્યારે ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે, એટલે કે સરકારી ગુનાખોરી બાબતે સરકારી વકિલો અને સરકારી પૈસાથી ખાનગી વકિલો ભ્રષ્ટાચાર અને સરકારના નામે ભ્રષ્ટાચારીઓનો બચાવ કરે છે, સરકારી નોકરીયાતો ખુલ્લેઆમ ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર કરે છે તેને સરકારી વિભાગો દ્વારા સરકારના નામે અધિકારીઓને બચાવવા સરકારી પૈસે વકિલો રાખવામાં આવે છે, જનતા સામે જનતાના પૈસે જનતાને અન્યાય કરવા સરકાર વકિલો રાખે છે પૈસા ખર્ચે છે,.
ગામની ગ્રામ પંચાયતથી સચિવાલય સુધી જડમુળથી ચોટી સુધી ગેરરીતીઓ, ભ્રષ્ટાચાર, શોષણ, અન્યાય કરનારા અધિકારીઓ સતા ઉપર બેસીને જનતા ઉપર વહિવટી આંતકવાદ ચલાવી રહ્યા છે, આ તંત્ર વ્યવસ્થા બદલવામાં નહી આવે તો નજીકના ભવિષ્યમાં રાજયનું વહિવટી તંત્ર તળીયેથી ટોચ સુધી વહિવટી કટોકટીમાં ભાંગી પડશે, હાલમાં વહિવટી તંત્ર ભાંગી પડેલુ છે જેની અસર લાખો અરજદારો ભોગવી રહ્યા છે,
ભષ્ટ તંત્ર બદલવા માટે જનપ્રતિનિધિઓ બદલવા આવશ્યક છે એક ને એક પક્ષના એના એજ ધારાસભ્યો, સંસદસભ્યોને મતદાન કરવામાં આવે તો એ મતદારો દ્વારા ભ્રષ્ટાચારને પ્રત્યક્ષ સમર્થન કરવા જેવું છે.
રીપોર્ટર. સોનલ ડાંગરિયા
