ધ્રાંગધ્રા :
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં સીઝન નો સૌથી ઓછો વરસાદ પડ્યો છે સાથે આ વરસાદ પણ જરૂરી સમય બાદ છેક સપ્ટેમ્બર માં જ વધુ વરસ્યો હતો.
ધ્રાંગધ્રા તાલુકામાં વરસાદ ખેંચાતા જગત તાત ચિંતિત બન્યો હતો સરકારે કેનાલનું પાણી યોગ્ય રીતે બધાને મળી રહે તે માટે ભારે જહેમત પણ લીધી પણ ખેડૂતો પાક ઓછો આવશે એમ સતત જણાવીને હતાશ પણ હતાં. આટલુ ઓછું હોય એમ પડ્યા ઉપર પાટું અને સપ્ટેમ્બર માં પડેલા વરસાદ થી ધ્રાંગધ્રા પંથકના ઘણા ગામોમાં ખેતી પાકોને નુકશાન પહોંચ્યું હતું. આ દિશામાં જસાપરના ખેડૂત આગેવાન રમેશભાઈ પટેલ નુકશાની નો સર્વે કરવાની માંગ પણ કરી હતી. નુકશાની નો તાગ લેવા જિલ્લા ખેતીવાળી કચેરી તરફથી હાલ સર્વે માટે નો પરિપત્ર રજુ કરી દેવામાં આવ્યો છે. આ સર્વે થવાની વાત થી જે ખેડૂતો ને મોટી નુકશાની આવી છે તેમને સરકાર, વહીવટીતંત્ર અને મીડિયાનો આભાર માન્યો હતો.
