Gujarat

સમાજ સુરક્ષાની 7 યોજનાનો લાભ લેવા ગ્રામ પંચાયતમાંથી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે

સેવાસેતુના માધ્યમથી હજારો લોકોના ઘર સુધી પહોંચી લાભ આપ્યા બાદ રાજ્ય સરકારની રાજ્યના નાગરીકો માટે વધુ એક પ્રસંશનીય પહેલ કરવામાં આવી છે. ગ્રામ્યકક્ષાના લાભાર્થીઓ ઘરે બેઠાં વિવિધ યોજનાઓનો લાભ લઇ શકે તે માટે રાજ્ય સરકારે વિવિધ વિભાગોની અનેક યોજનાઓ ડિઝિટલ સેવા – સેતુના માધ્યમથી ઇ-ગ્રામ કેન્દ્રો દ્વરા ઓનલાઇન કરી છે.

જેમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સમાજ સુરક્ષા પ્રભાગની ૩ યોજના વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના, રાષ્ટ્રીય કુટંબ સહાય યોજના તેમજ જિલ્લા સમાજ સુરક્ષા કચેરીની ૪ યોજના દિવ્યાંગ એસ.ટી. બસપાસ યોજના, ઇન્દીરા ગાંધી રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના, દિવ્યાંગ લગ્ન સહાય યોજના, સંત સુરદાસ યોજના મળી કુલ ૭ યોજનાનો લાભ લેવા માટે અરજદારે ગ્રામ્ય કક્ષાએ ગ્રામપંચાયતથી ઓનલાઇન ફોર્મ વી.સી.ઇ. પાસે ભરાવી નિયત ફી ભરી લાભ મેળવી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *