Gujarat

સર્કિટ હાઉસ ખાતે લોક સંપર્ક યોજી લોકોના પ્રશ્નો સાંભળતા કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલ

 કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલે જામનગર સર્કિટ હાઉસ ખાતે લોક સંપર્ક યોજી જામનગર શહેર તથા જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી ઉપસ્થિત રહેલ નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી હતી તેમજ નાગરિકો દ્વારા કરવામાં આવેલ રજૂઆતો ધ્યાને લઈ સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કૃષિ મંત્રીશ્રી દ્વારા જાહેર જનતા સાથે સંવાદ સેતુ સાધવા લોક દરબારનું આયોજન કરવામાં આવે છે જેમાં બહોળી સંખ્યામાં જામનગર જિલ્લા તથા શહેરના નાગરિકો ઉપસ્થિત રહી મંત્રીશ્રી સાથે પોતાના પ્રશ્નો તથા રજૂઆતો બાબતે રૂબરૂ ચર્ચા કરે છે. કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલ પણ એટલી જ સહૃદયતાથી નાગરિકોના પ્રશ્નો સાંભળે છે તેમજ આ પ્રશ્નોના નિવારણ માટે સ્થળ પર જ લગત વિભાગો તથા સંબંધિતોને ટેલિફોનિક સૂચના આપી અથવા તો લેખીત કાર્યવાહી કરી લોક પ્રશ્નોના નિરાકરણનું માધ્યમ બને છે.

lok-sampark-3.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *