Gujarat

સહકારી મંડળીઓને ટેકાના ભાવે ડાંગર ખરીદીની સતા આપવા માંગ

સુરત
દક્ષિણ ગુજરાતમાં ૪૦ લાખ ગુણ ડાંગર પાક્યો છે. જેથી ટેકાના ભાવ જાેતા ખેડૂતોને નુકસાન સરભર થઇ શકે તેમ છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં સરકારી ગોડાઉનો સિવાય અન્ય એજન્સીઓને પણ પાક ખરીદવાની સત્તા આપવામાં આવે છે. તેમ દક્ષિણ ગુજરાતમાં પણ સરકારી ગોડાઉન સિવાય અન્ય એજન્સીઓ અને સહકારી ક્ષેત્રે મંડળીઓ મોટા પ્રમાણમાં છે અને તેમની પાસે ઇન્ફાસ્ટ્રકચર પણ તૈયાર હોવાથી મંડળીઓને સત્તા આપી દેવામાં આવે તો જ ખેડૂતોનો ઉદ્ધાર થઇ શકે તેમ છે. ખેડૂતો આક્રોશ સાથે જણાવે છે કે, સુરત જિલ્લામાં જહાંગીરપુરા ખાતે આવેલ પુરૂષોતમ જીનીંગ મિલમાં ૧૦ લાખ ડાંગરની ગુણ આવે છે. પરંતુ, આ મંડળીમાં છેલ્લા ચાર વર્ષથી વહીવટદારો મુકાયા છે અને ખેડૂત અગ્રણીઓએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હોવાથી ચૂંટણીઓ થઇ શકતી નહીં હોવાથી સરવાળે ખેડુતોને જ નુકસાન થઇ રહ્યુ છે. આથી આ મંડળીના પ્રશ્નનો હલ કરવા માટેની પણ માગ ઉઠી છેદક્ષિણ ગુજરાતમાં ચોમાસાની ઋતુમાં સૌથી વધુ ૪૦ લાખ ગુણ ડાંગર પાકે છે અને સરકારે જે ટેકાનો ભાવ જાહેર કર્યો છે. તે પણ સૌથી વધુ છે. પરંતુ, આ ખરીદી માટે જે સેન્ટરો નક્કી કર્યાં છે. ત્યાં યોગ્ય વ્યવસ્થા નહીં હોવાથી સરકાર માંડ ૧૦ હજાર ડાંગરની ગુણો ખરીદી શકે છે. જેથી ખેડૂતોમાંથી અવાજ ઉઠ્‌યો છે કે, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની જેમ અન્ય એજન્સીઓ કે પછી સહકારી મંડળીઓ વધુ હોવાથી ખરીદી માટે સત્તા તેમને આપવામાં આવે તો જ ભવિષ્યમાં મંડળીઓ અને ખેડૂતો બંને બચશે. નહીંતર ખેડૂતો આર્થિક ફટકા પર ફટકા ખાતા રહેશે. છેલ્લા બે-ત્રણ વર્ષથી ખેડૂત આગેવાનો ડાંગર ખરીદવાની સત્તા મંડળીઓ કે એપીએમસીને આપવા માટે રજુઆતો પર રજૂઆતો કરવા છતાં સરકાર તરફથી કોઇ ર્નિણય લેવાતો નથી, ત્યારે આવતીકાલ બુધવારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સુરત આવી રહ્યા છે, ત્યારે ખેડૂતોના ૭ પ્રશ્ન હલ કરે તેવો અવાજ ઉઠ્‌યો છે. ખેડૂત અગ્રણી જયેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષે ખેડુતોને ડાંગરના પાક પર મોટો ફટકો પડ્યો છે અને મંડળીઓ કે વેપારીઓ ૨૦ કિલો ડાંગરના ભાવ રૂ. ૩૨૫થી ૩૪૦ વચ્ચે આપી રહ્યા છે. જ્યારે સરકાર ટેકાના ભાવ રૂ. ૩૮૮ જાહેર કર્યા છે. જેથી ખેડૂતોને ૨૦ કિલો ડાંગર પર સીધો ૪૦થી ૫૦ નો ફાયદો થઇ જાય તેમ છે. પરંતુ, સરકારે જે સેન્ટરો નક્કી કર્યાં છે, ત્યાં એવી હાલત છે કે, મહિનો થવા આવ્યો છતા હજી સુધી સેન્ટર પર ખરીદી શરૂ થઇ નથી. અવ્યવસ્થાના કારણે ખેડૂતોને મોટું નુકસાન થઇ રહ્યું છે.

dangar-at-surat.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *