Gujarat

સાતલડી નદીમાં પુરમાં ફસાયેલા ૧૯ લોકોને બચાવાયા

અમરેલી
અમરેલી તાલુકામાં આવેલા બાબાપુર ગામના પાટિયા પાસે સાતલડી નદીમાં પૂર આવતા બરોડા તરફથી સરંભડા ગામ આવી રહેલી બસ સાતલડી નદીના પાણીમાં ફસાઈ હતી. બસમાં સવાર ૧૯ લોકો ફસાઈ ગયા હોવાની પોલીસને જાણ થતા અમરેલી તાલુકા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી લોકોને બચાવ્યા હતા. પોલીસ દ્વારા સરકારી વાહનોમાં દોરડા બાંધી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામા આવ્યું હતું. અમરેલી ડીવાયએસપી જગદીશસિંહ ભંડારીએ કહ્યું હતું કે, પૂરના કારણે ચારેય તરફ પાણી વળ્યા હતા. જેમાં બસ ફસાતા પોલીસ જવાનોએ તમામ લોકોને ઉગારી લીધા હતા.અમરેલીના બાબરા-કરિયાણા રોડ પર આવેલો રામપરા ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. ગઈકાલે વરસેલા સવા ઈંચ વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા નવા નીરના કારણે ડેમ ભરાઈ ગયો છે. પાણીની આવક વધતા ડેમ ઓવરફ્લો થયો છે. જેના કારણે ખાખરિયા, દરેડ, જામબરવાળા, ગળકોટડી સહિતના ગામોને ફાયદો થશે. આ ગામોમાં બોર અને કૂવાના તળ ઊંચા આવશે. ડેમ ઓવરફ્લો થતાં લોકોમાં ખુશીનો માહોલ જાેવા મળ્યો. લોકો ડેમના પાણીમાં નાહવા કૂદી પડ્યા હતા. અમરેલી જિલ્લામાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસતા નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી. જિલ્લામાં બે અલગ અલગ સ્થળો પર પૂરના પાણીમાં ૨૧ લોકો ફસાઈ જતા પોલીસ અને દ્ગડ્ઢઇહ્લની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી તમામને બચાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *