હળવદ તાલુકાના સાપકડા ગામ નો યુવક પોલીસ કોન્સ્ટેબલ મોરબી હેડ કવાટૅર મા ફરજ બજાવતો હતો ગત તારીખ ૮-૧૧ રોજ કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરીને મોતને વહાલું કર્યું હતું ત્યારે પરિવારને આર્થિક મદદરૂપ થવા માટે મોરબી જિલ્લા પોલીસ વડા અને મોરબી જિલ્લાના તમામ પોલીસ લોક ફાળો કરીને મૂતકના પરિવારને રૂપિયા ૪.૨૧ લાખની રોકડ સહાયની રોકડ રકમ અપૅણ કરાઈ હતી.
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સાપકડા ગામ ના અનિલભાઈ દાનાભાઈ ડાભી મોરબી જિલ્લા હેડ કવાટૅસમા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા તેઓ ગત તારીખ ૮ -૧૧-૨૦૨૦ ના રોજ પોતાના ઘરે કોઈ કારણસર આત્મહત્યા કરીને મોતને વહાલું કર્યું હતું ત્યારે મોરબી જિલ્લા પોલીસ વડા ઓડેદરાની સુચનાથી મોરબી જિલ્લા પોલીસની તમામ પોલીસની લોકફાળો કરીને મૂતક અનિલ ભાઈ ડાભીના પરિવારજનોને રૂપિયા ૪.૨૧ લાખની રોકડ સહાયની મદદ કરી હતી.
જેમાં મોરબી પોલિસ સ્ટેશન એ ડિવિઝનના પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈ છાસિયા, ચતુરભાઈ પરમાર, વસંતભાઈ વઘેરા, જયેશભાઈ ચાવડા, મોસીનભાઈ બિલાબ, જગદીશ ભાઈ મકવાણા સહિતના અધાગ પ્રયાસોથી મોરબી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાંથી તમામ પોલીસ પરિવારેએ રોકડ સહાય મદદ કરી રૂપિયા ૪.૨૧ લાખ ની રકમ મોરબી જિલ્લા પોલીસ વડા ઓડેદરા મોરબી એસ.ઓ.જી જે.એમ.આલ. એલ.સી.બી પી.એસ આઈ.એન.કે ડાભી સાપકડા ગામના સરપંચ હર્ષા બા ઝાલા સાપકડા બીટ જમાદાર કિશોરભાઈ પારધી વિપુલભાઈ પટેલ તાલુકાપંચાયતના પૂર્વ ચેરમેન ચંપાબેન ચૌહાણ સહિતના મુતક અનિલભાઈ ડાભીના નિવાસ્થાને સાપકડા ગામે ઉપસ્થિત રહ્યા હતા.
