ઇડર ,તા.૨૯
સાબરકાંઠા ઇડર તાલુકામાં આવેલા કડિયાદરા નજીક રિક્ષા અને ઈકો કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ ઘટનામાં રિક્ષાનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. તો રિક્ષામાં બેસેલા લોકોમાંથી બે બાળકો અને રિક્ષાચાલકને ગંભીર ઈજા થતા તેનુ ઘટના સ્થળ પર જ મોત થયુ હતું. અકસ્માતની ઘટનાને લઇને લોકો રસ્તા પર એકઠા થઇ ગયા હતા. રાહદારીઓએ લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ કરી હતી. આ ઘટનામાં ૭ લોકોને ઇજા થતાં તેમને સારવાર માટે ઇડરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રિક્ષામાં જે પરિવાર સવાર હતો તે તમામ લોકો પોલો ફોરેસ્ટમાંથી તેમના ઘરે પરત જઈ રહ્યા હતા. આ પરિવાર વિજયનગરનો રહેવાસી હતો. આ ઘટનામાં જે બાળકો મૃત્યુ પામ્યા છે તેના નામ હેતાર્થ મકવાણા અને વંશ પરમાર હોવાનું સામે આવ્યું છે, આ ઉપરાંત જે રિક્ષાચાલક મૃત્યુ પામ્યો છે તેનું નામ નરેન્દ્ર મકવાણા હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ અકસ્માતની ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે ઘટનાની પ્રાથમિક તપાસ કર્યા બાદ ૩ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકો હિંમતનગરના આકોદરા અને પ્રાંતિજના ઓરણ ગામના રહેવાસી હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું કોરોનાની મહામારી વચ્ચે જ્યારે લોકડાઉન આપવામાં આવ્યું હતુ ત્યારે રસ્તા પર વાહનોની અવર જવર ઓછી થઈ હતી. લોકડાઉનના કારણે રાજ્ય અને દેશમાં રસ્તા પર વાહનોની અવર જવર ઓછી હોવાના કારણે અકસ્માતોની સંખ્યામાં પણ ઘટાડો થયો હતો. પણ હવે અનલોક મહા રાજ્ય સરકાર દ્વારા વધારેમાં વધારે છૂટછાટ આપવામાં આવી છે. તેના કારણે લોકોની અવર-જવર પણ રસ્તા પર વધી છે. તેથી કેટલીક વખત વાહન ચાલકની બેદરકારીના કારણે અકસ્માતની ઘટનાઓ પણ સામે આવે છે. રાજ્યમાં જીવલેણ અકસ્માતની ઘટનાઓમાં વધારો પણ થયો છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સાબરકાંઠાના ઇડર વીજયનગર હઈ-વે પર બનવા પામી છે. આ ઘટનામાં કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતની ઘટનામાં બે બાળક સહિત ૩ લોકોના મોત થયા. હતા ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે.


