Gujarat

સાયન્સ ફેકલ્ટીના ૧૦ વિદ્યાર્થીને એડમિશન રદ કર્યાના એક મહિના બાદ કહેવાયું

વડોદરા
રોયલ ગ્રુપના વિદ્યાર્થી આગેવાન સૌરવ સોલંકીની આગેવાનીમાં ફેકલ્ટી સત્તાધીશો સમક્ષ રજૂઆત કરાઇ હતી કે પ્રવેશ માટે એલીજીબીલીટી ક્રાઇટેરીયા ૪૦ ટકા છે જાેકે ૧૦ જેટલા વિદ્યાર્થીઓ કે જેમના ૪૦ ટકા કરતાં ઓછા માર્ક હતા તેમને પ્રવેશ આપી દેવાયો હતો. ડોકયુમેન્ટના બીજા વેરીફીકેશનમાં ભૂલ પકડાઇ હતી. સાયન્સ ફેકલ્ટીના ડીન હરી કટારીયાએ જણાવ્યું હતું કે ફીઝીકલ વેરીફીકેશન થયું ના હતું. બીજા વેરીફેકશનમાં ભૂલ પકડાઇ હતી. વિદ્યાર્થીઓને પાદરા કોલેજ ખાતે પ્રવેશ આપવા માટે પોર્ટલ ખોલવામાં આવ્યું છે. ફેકલ્ટીની ભૂલ છે, એક મહિનો કલાસ ભર્યા પછી ફોન કરીને કહેવાય છે કે પ્રવેશ રદ કર્યો છે. હવે અમારે શું કરવુ.પાદરા કોલેજ ખાતે પ્રવેશ લેવાનું કહે છે જેની ફી ૪૦ હજાર છે તો કેવી રીતે પ્રવેશ લેવાનો ? મને ઝુઓલોજીમાં પ્રવેશ મળ્યો હતો. પછી ઇ-મેઇલ અને ફોનના માધ્યમથી જાણ કરી કે પ્રવેશ કેન્સલ કર્યો છે.અમારા ભવિષ્ય સામે પ્રશ્ન ઉભો થયો છે.પાદરા કોલેજની ૪૦ હજાર ફી પોસાય તેમ નથી. એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં ડોકયુમેન્ટ વેરીફીકેશનમાં ૧૦ જેટલા વિદ્યાર્થીઓના માર્ક જાેયા વગર જ મેઇન કેમ્પસમાં પ્રવેશ આપ્યા પછી કેન્સલ કરાતા હોબાળો મચી જવા પામ્યો હતો. વિદ્યાર્થીઓએ ૧ મહિનો અભ્યાસ કર્યા પછી ફોન આવ્યો તમારો પ્રવેશ રદ કરવામાં આવે છે. યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં પ્રવેશ લેનાર ૧૦ જેટલા વિદ્યાર્થીઓ ૧ મહિનાથી વિદ્યાર્થીઓ ઓનલાઇન લેકચર એટેન્ડ કરી રહ્યા હતા. ત્યારે મેઇલથી તથા ફોનના માધ્યમથી જાણ કરાઇ કે તેમના પ્રવેશ કેન્સલ કરાયાછે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *