ગિરગઢડા
ભરત ગંગદેવ..
સાવરકુંડલા નાં
બગોયા મુકામે કોઇ અજાણ્યા શખ્શો દ્વારા બે કાપેલ વાછરડા મૃત હાલતમાં તેમજ ચાર જીવીત બળદો મળી આવ્યાં. મળતી વિગતો અનુસાર તારીખ 4-12-21 શનિવાર રાત્રીનાં રોજ બગોયા ગામનો નાગરિકો રાત્રે વાડીએ જતાં હતાં તે દરમિયાન કોઈ અજાણ્યા ત્રણ શખ્સો ભાર રીક્ષા ચલાવીને જઈ રહ્યા હતાં.ત્યારે ગામનાં નાગરિક ને શંકા જતાં આ અજાણ્યા નરાધમો ની પુછપરછ કરતા રીક્ષા તપાસ કરતાં તેમાંથી બે વાછરડા ગળા કાપેલ મૃત હાલતમાં મળી આવ્યા હતાં.આરોપીઓ ભાર રીક્ષા મુકી તેમનો સામાન મુકી નાસી ગયેલ છે.પોલીસ દ્વારા તેમની શોધખોળ ચાલું છે.આ સમાચાર થી આજુબાજુનાં પાંચ ગામોનાં લોકો ભેગાં થયાં હતાં.બગોયા ગીણીયા ખોડીયાણાં આંબરડી દાઢિયાળી બધાં જ ગામોમાં અરેરાટી મચી ગઈ હતી. આરોપીઓ ને શોધી જલ્દી સજા થાઈ તેવી લોકમાંગ ઉઠી છે.


