સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરમાં એક અનોખી પહેલ. આશાસ્પદ ભાવિ કારકિર્દી ઘડવા માંગતાં જ્ઞાનપિપાસુ માટે એક જ્ઞાનજયોત પરબ અમૃત સમાન વીરડાંનું કાર્ય કરશે.. અન્ય શહેરની સામાજિક કે ધાર્મિક સંસ્થાઓ માટે પ્રેરણાસ્ત્રોત. સાવરકુંડલા શહેરમાં સેવાકીય જયોત જગાવીને અનેક સામાજિક ઉત્થાન અને સમાજ ઉત્કર્ષ માટે સતત ઝઝૂમતાં સેવા ધામ સમા કબીર ટેકરી આશ્રમ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરીત ડો. હેગડેવાર સેવા સમિતિ સાવરકુંડલા દ્વારા સંચાલિત સુદર્શન પુસ્તકાલયનો પ્રારંભ કરવામાં આવ્યો. *આ પુસ્તકાલયની ખાસ નોંધનીય બાબત તો એ ચોવીસ કલાક ખુલ્લું રહેશે. આ પુસ્તકાલયમાં વિશેષતઃ સ્પર્ધાત્મક પુસ્તકોની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.* તેથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં આશાસ્પદ ભાવિ કારકિર્દી ઘડવા માંગતાં જ્ઞાનપિપાસુ માટે આ જ્ઞાનપરબ એક રણ મધ્યે મીઠાં વીરડાની ગરજ સારે છે. *આ પુસ્તકાલયનો શુભારંભ કબીર ટેકરીનાં મહંત નારણદાસ સાહેબ તેમજ ભાવનગરવિભાગ પ્રચારકજી કેતનભાઇ સોજીત્રાએ દીપ પ્રગટાવી પુસ્તકાલયને ખુલ્લું મૂક્યું હતું.* આવાં સુંદર, શાંત, નયનરમ્ય, રમણીય વાતાવરણ વચ્ચે આ પુસ્તકાલય એક અનોખી પહેચાન બનશે એ નિર્વિવાદ છે.. આમ પણ જ્ઞાન જ પ્રગતિનો વિકલ્પ છે અને પુસ્તકાલયો જ્ઞાનમંદિરનાં અનુપમ સ્થાન ધરાવે છે.. શહેરમા પણ આવી સુંદર અને સમાજનાં શૈક્ષણિક ઉત્કર્ષની પ્રવૃત્તિ બદલ આયોજકોની ઠેર ઠેર પ્રશંસા થઈ રહી છે..


