Gujarat

સાવરકુંડલા શહેરમાં આવેલ મણીભાઈ ચોક ખાતે આવેલ સર્કલની સાફસફાઈ થઈ ખરી..

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરમાં શહેરની શાન સમા વિસ્તાર મણીભાઈ ચોક ખાતે આવેલું સર્કલ અંતે સાફસફાઈ થઈ ખરી.. આમ તો શહેરનો આ એક જ ચોક એવો હશે જ્યાં શહેરના સાત રસ્તાઓ મળે છે. એટલે જ તો એને સાવરકુંડલાની શાન સમજી શકાય. આ શહેરની મધ્યમાં આવેલ સર્કલ નાનું તો થયું તેમાં નાનાં છોડ પણ ઉગાડવા આવ્યા. હવે તેની નિયમિત સાફસફાઈ થાય તો આ ચકરડાંને ચાર ચાંદ લાગી જાય. લોકો રાત્રે અને સાજે શહેરની ભાગદોડથી થોડા હળવા થવા અહીં આવી શકે.. આમ પણ રાત્રિના સમયે ખાસકરીને પૂર્ણિમાનાં દિવસોમાં તેનું સૌંદર્ય ખૂબ નિખરી ઉઠે.. બસ આવી રીતે શહેરનાં આવા સ્થળોની થોડી માવજત લેવામાં આવે તો શહેર વધુ રળિયામણું  લાગે..

IMG-20211204-WA0079.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *