Gujarat

સાવરકુંડલા શહેરમાં આવેલ રઘુવંશી સેવીંગ્ઝ કો ઓપરેટીવ સોસાયટી લી નાં પચીસ વર્ષની ઉજવણી રજત જયંતી નિમિત્તે સભાસદોને શુધ્ધ ચાંદીના સિક્કા ભેટ સ્વરૂપે આપવામાં આવી રહ્યા છે.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરમાં છેલ્લાં પચ્ચીસ વર્ષ કરતાં વધુ સમયથી રઘુવંશી સમાજના આર્થિક ઉત્થાન માટે કાર્ય કરતી શ્રી રઘુવંશી સેવીંગ્ઝ કો. ઓપરેટીવ સોસાયટી લી નાં રજત જયંતી વર્ષની ઉજવણીના ભાગરૂપે સભાસદોને શુધ્ધ ચાંદીના સિક્કા ભેટ સ્વરૂપે આપવામાં આવેલ. આમ તો રઘુવંશી જ્ઞાાતિના નાના વેપારીઓ તથા અન્ય સભાસદો માટે આ સંસ્થા ખૂબ આશિર્વાદ રૂપ સાબિત થઈ છે. આ સોસાયટીનાં સભ્યો અહીં ખૂબ જ વ્યાજબી દરે લોન લઈને પોતાનાં નાનાં મોટાં વ્યવસાય કે પ્રસંગો પાર પાડી શકે છે. આમ તો આ સંસ્થાના આર. કે ગઢીયા ખૂબ જ અંગત રસ લઇને જરૂરિયાતમંદ લોકોને લોન આપવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. અહીં કાર્યરત રઘુવંશી સમાજના અગ્રણીઓ સતત આ સંસ્થા પ્રગતિનાં શિખરો કેમ સર કરે અને રઘુવંશી સમાજના આર્થિક ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ રહે છે. આમ તો આ સંસ્થાના ઓડિટ રિપોર્ટ અનુસાર છેલ્લાં ત્રણ વર્ષથી અ વર્ગ જ ધરાવે છે. આમ તો શરૂઆતથી જ સંસ્થા દ્વારા અનેક રઘુવંશીઓનાં આર્થિક વિકાસમાં મહત્વનું યોગદાન છે. સને ૨૦૨૦ /૨૧ આ બંને વર્ષનાં ડિવિડન્ડ પણ દરેક સભાસદોને આપવામાં આવી રહ્યાં છે. કોરોના કાળમાં પણ આ સંસ્થાએ સમાજનાં આર્થિક વિકાસમાં નોંધનીય સેવા આપી હતી..આ સંસ્થાના વિકાસમાં આર. કે ગઢીયા, નરેન્દ્રભાઈ વણઝારા જેવાં રઘુવંશી જ્ઞાાતિના અગ્રણીઓનું ખાસ્સું યોગદાન છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *