સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરમાં એસ. ટી ડેપોમાં વિદ્યાર્થીઓને કન્સેશન પાસ કઢાવવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જો કે અહીં રીઝર્વેશન કાઉન્ટર ઉપર બેસતાં કર્મચારીઓનું કહેવું છે કે કન્સેશન પાસ કઢાવવા માટે ભારે રશ હોય નેટવર્ક સર્વંર ધીમું હોય થોડો વિલંબ થાય છે. છતાં શક્ય તેટલાં વધુ પાસ કાઢી શકાય તે માટે ફરજ પરનાં કર્મચારી પ્રયત્નશીલ રહે છે . કન્સેશન પાસ સાથે રીઝર્વેશન સેવા પણ આ કાઉન્ટર પર ઉપલબ્ધ હોય મુસાફરી કરવા માંગતાં યાત્રીઓ માટે રીઝર્વેશન પણ ઉપલબ્ધ કરાવવાનાં હોય છે. દરરોજ આ સ્થિતિ હોય વળી શાળા કોલેજ ખુલતાં યાત્રીઓ અને વિદ્યાર્થીઓનો એકધારો રશ હોય સર્વર પણ ધીમું ચાલે.. છતાં પણ શક્ય એટલાં કાર્યને ન્યાય આપી શકાય તેવા પ્રયત્નો નિષ્ઠાપૂર્વક કરવામાં આવે છે એવું અહીં રીઝર્વેશન કાઉન્ટર ઉપર ફરજ બજાવતા કર્મચારીએ જણાવ્યું હતું. બાકી તો ડીઝીટલ ટેકનોલોજીમાં વ્યક્તિએ કામ તો કૉમ્પ્યુટર પાસે જ લેવાનું હોય. કૉમ્પ્યુટર ઓપરેટરોને પણ ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે એમ તેમનું કહેવું હતું.

