Gujarat

સાવરકુંડલા શહેરમાં મણીભાઈ ચોક ખાતે આવેલી બેંક ઓફ બરોડામાં વૃધ્ધ અને અશકતોનાં કાર્યોમા કર્મચારીઓ માનવીય અભિગમ અપનાવી અગ્રતા આપી શક્ય તેટલાં મદદરૂપ પણ થાય છે. પ્રસ્તુત તસ્વીર તેની સાક્ષી તરીકે પર્યાપ્ત છે.

(બિપીન પાંધી દ્વારા)
——————————————————————–
છે માનવતાની સાથે દાયિત્વની પણ વાત, સિનિયર સિટીઝનનાં કાર્યોને હવે અગ્રીમ પંક્તિમાં સ્થાન મળે છે.!!
   હા, પાછલી અવસ્થા એટલે કે વૃધ્ધત્વનાં એ દિવસોમાં સરકારી કામકાજો કે આર્થિક વહેવારને લગતાં બેંકીંગ ક્ષેત્રનાં કામકાજો નિપટાવવા ખરેખર ખૂબ મુશ્કેલ અને કપરાં હોય છે પરંતુ આમ તો સિનિયર સિટીઝનનાં હિતોની સતત ચિંતા કરતું સાવરકુંડલા શહેરમાં સિનિયર સિટીઝન સંગઠન સતત સક્રિય રીતે કાર્ય કરે છે. બેંકો હોય, જાહેર આરોગ્યને લગતી હોસ્પિટલમાં કે વહીવટી કચેરીઓમાં સિનિયર સિટીઝનનાં કાર્યોને અગ્રતા આપાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે.
   જો કે તેની ફલશ્રુતિ રૂપે પણ સાવરકુંડલા શહેરની બેંકોએ સિનિયર સિટીઝનની લાગણીઓ માનવીય દ્રષ્ટિકોણનાં અભિગમથી મૂલવી સિનિયર સિટીઝન એટલે કે વૃધ્ધ અને અશક્ત લોકોની સંભાળ લેવાનું માનવતાલક્ષી કાર્ય કરતાં જોવા મળે છે. અહીં સાવરકુંડલા શહેરનાં મણીભાઈ ચોક ખાતે આવેલ રાષ્ટ્રીયકૃત બેંક *બેંક ઓફ બરોડા તરફથી સિનિયર સિટીઝન પ્રત્યે પ્રેમ આદર અને સન્માન સાથે તેમનાં બેંકને લગતાં કાર્યો કરવામાં આવી રહ્યાં છે.*
પ્રસ્તુત તસવીરમાં બેંકનાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા *ધર્મેન્દ્ર ભાઈ મહેતા આવાં જ સંનિષ્ઠ કર્મચારી છે. ધર્મેન્દ્રભાઈ  મહેતા પોતે સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે એટલે સ્વાભાવિક છે કે તેનાં ખભા પર બંદૂક લટકતી હોય પરંતુ તેનું હ્રદય માનવીય સંવેદનાસભર છે. એટલે કોઈ અશક્ત કે વૃધ્ધને જોતાં આવાં સિનિયર સિટીઝનનાં કાર્યોને અગ્રતા આપી શક્ય તેટલું સિનિયર સિટીઝનનું કાર્ય વહેલું પૂર્ણ થાય તે માટે માર્ગદર્શન અને મદદ કરતાં જોવા મળે છે.* જો આવી રીતે તમામ જાહેર ક્ષેત્રોનાં એકમો સિનિયર સિટીઝનનાં કાર્યોમાં મદદરૂપ થાય તો સામાજિક દાયિત્વની ભાવના પણ  બળવતર બને અને સિનિયર સિટીઝનોને પણ ઘણી શારીરિક અને માનસિક રાહત મળે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *