નડિયાદ
નડિયાદમાં રહેતી અને એમ. એ સુધીનો અભ્યાસ કરેલી ૩૩ વર્ષિય યુવતીના લગ્ન વર્ષ ૨૦૧૯ના જાન્યુઆરીમાં વડોદરા ખાતે રહેતા એક યુવક સાથે થયા હતા. લગ્ન બાદ યુવતી પોતાના સાસરીમાં પતિ, સાસુ અને જેઠ-જેઠાણી સાથે સંયુક્ત કુટુંબમાં રહેતી હતી. તેણીના પતિ પાદરા ખાતે કોઈ પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતા હતા. જ્યારે યુવતી જીમ્ૈં બેન્ક ક્રેડિટ કાર્ડ વિભાગમાં નોકરીએ જતી હતી. રાજ્યમાં દિનપ્રતિદિન મહિલાઓ પર અત્યાચારના બનાવો વધી રહ્યા છે. મહિલાઓનું શોષણ થતાં હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે નડિયાદની દિકરીને તેના સાસરીયાઓ દ્વારા ત્રાસ આપવામાં આવતો હોવાની ઘટના સામે આવી છે. નડિયાદમાં બીમાર રહેતી પરીણિતાને ઘોડા જેવી થાય ત્યારે આવજે તેમ કહી સાસરીયાઓએ પરીણિતાને ઘરની બહાર તગેડી મૂકી છે. જેથી પરીણિતાએ પોતાના પિયર નડિયાદમાં આવી પોતાના સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે. માર્ચ ૨૦૧૯માં માસીક ધર્મ આવતાં યુવતીની એકાએક તબીયત લથડી હતી. આથી તેણીને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ સમયે ૧૬ હજાર રૂપિયાનો ખર્ચ આવતાં તેણીના સાથેના સ્ટાફના એક વ્યક્તિએ ચૂકવી આપ્યા હતા. જે બાદ આ નાણાં પરીણિતાના જેઠે તે વ્યક્તિને આપી પણ દીધા હતા. આ બાબતે પરીણિતાના સાસુ તેણીને અવારનવાર મ્હેણો ટોણાં મારતાં હતા. તો વળી તેણીને યેનકેન પ્રકારે નોકરી છોડાવી પણ દીધી હતી.
નડિયાદમાં પોતાના પિયર આવેલી દીકરીએ અહીંયા ઈલાજ કરાવ્યો હતો. આ પછી સારુ થઈ જતાં તેઓ ફરીથી સાસરીમાં ગઈ હતી. આ સંદર્ભે અવારનવાર તેણીને તેના સાસરીયા ટોણા મારી ત્રાસ આપતા હતા. ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ તેણીની સાસુએ પોતાની પુત્રવધુને એમ કહ્યું કે અમે ચઢાવેલા દાગીના તુ અહીંયા મને આપી દે આથી પરીણિતાએ સાસરીયાના તમામ દાગીના આપી દીધા હતા. જે આપતાની સાથે જ પરીણિતા પર ત્રાસ વર્તાવવામાં આવ્યો હતો. બીમાર રહેતી પરીણિતાને ઘોડા જેવી થાય ત્યારે આવજે તેમ કહી સાસરીયાઓએ પરીણિતાને ઘરની બહાર તગેડી મૂકી હતી. ઘોડા જેવી થાય ત્યારે કહેજાે અમે આવીને તેડી જઈશું તેમ કહી સાસરીના દ્વાર બંધ કરી દીધા હતા. આથી બેબાકડી બનેલી પરીણિતા નડિયાદ પોતાના પિયરમાં છેલ્લા બે વર્ષથી રહી છે. જે બાદ છુટાછેડાની પણ માંગણી કરવામાં આવી હતી. તો તેણીના પતિએ ફોન કરી એવું જણાવ્યું હતું કે, હું તારી અને મારી માતાની જવાબદારી એક સાથે લઈ શકુ નહી જેથી આપણે બન્ને છુટા થઈ જઈએ અને આમ આડકતરી રીતે છુટાછેડાની માંગણી કરી હતી. કંટાળેલી પરીણિતાએ આખરે આ અંગે નડિયાદ મહિલા પોલીસ મથકે પોતાના પતિ સંજય જેઠાભાઈ પરમાર, સાસુ મધુબેન જેઠાભાઈ પરમાર, જેઠાણી કંચન પરમાર, જેઠ અતુલ પરમાર તેમજ નણદોઈ કનુભાઈ ધનજીભાઈ પરમાર અને નણંદ અંજનાબેન કનુભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૪૯૮છ, ૫૦૪,૧૧૪ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે ત્યારબાદ ઘરના કામકાજ બાબતે પતિ, સાસુ, જેઠ-જેઠાણી ત્રાસ આપતા હતા. વાત આટલેથી નહી અટકતાં તેણીનો પતિ અવારનવાર પોતાની પત્ની સાથે મારઝૂડ કરતો હતો. જ્યારે સાસુ તારા પિતાએ અમારી પ્રતિષ્ઠા પ્રમાણે કરિયાવર આપ્યું નથી તેમ કહી માનસિક ત્રાસ આપતા હતા. ઉપરાંત નણંદ-નણદોઈ જ્યારે પરિણીતાના સાસરીમાં આવે ત્યારે કામકાજ બાબતે ત્રાસ આપતાં હતા. જેના કારણે પરીણિતાની તબિયત નાદુરસ્ત રહેતા તેણીનો પતિ તેને પિયરમાં મૂકી આવ્યો હતો.
