Gujarat

સીએમને ટેગ કરી કહ્યું કે જી.ડી. અજમેરા એજન્સી અમારા પગાર ચાઉં કરે છે

રાજકોટ
રાજકોટ આરોગ્યકર્મીઓનો ત્રણ મહિનાથી અમારો પગાર નહોતો આવ્યો, અમે ફરિયાદ કરી તો અમને નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપવામાં આવી હતી. ફરિયાદ કરતા તો બીજા જ દિવસે અમારો પગાર ખાતામાં જમા કરી દેવામાં આવ્યો હતો. અત્યારે નોકરી માટે પૂછવા ગયા તો અમને એવું કહેવામાં આવ્યું કે તમને કાઢવામાં આવ્યા નથી પણ જગ્યા થશે તો તમને કહેવામાં આવશે. અમે રાજીનામા પર સહી જ કરી નથી તો અમારી નોકરી કંઇ રીતે જઇ શકે. અ અંગે ડ્ઢસ્ઝ્ર અધિકારીએ તપાસ કર એવું કહ્યું અમને તેમની કામગીરી નબળી લાગે છે. ૭ મહિનાથી કરીએ છીએ તો ફરિયાદ કર્યા પછી એવું કહે છે કે, કામગીરી નબળી છે અન્ય એક મહિલા આરોગ્ય કર્મચારીએ જણાવ્યું હતું કે, અમારે લોકોએ એ જ સમસ્યા છે કે, પગાર જ કરતા નથી. દર મહિને ૨ મહિને જ પગાર આપે છે તેમ છતાં અમે કોઇ દિવસ પ્રશ્ન કર્યો નથી. કર્મચારીઓને જરૂર હોય ત્યારે જ ફરિયાદ કરતા હોય છે. બધા પોતાના પેટ માટે જ નોકરી કરતા હોય છે. આ વખતે ૩ મહિના થતા અમે મનપા કમિશનરને ફરિયાદ કરી હતી. આથી અમારા ઓફિસરે કમિશનરને ખોટુ કહ્યું કે વેક્સિનેશનની મેગા ડ્રાઇવમાં હું અને અન્ય એક મહિલા કર્મચારી હતી જ નહીં. અમારી પાસે પ્રૂફ છે કે, સવારના ૯થી રાતના ૯ વાગ્યા સુધી ફરજ પર હાજર હતા.રાજકોટ મનપાને મેનપાવર આપતી એજન્સી જી.ડી.અજમેરા પર આરોગ્ય કેન્દ્રના મહિલા કર્મચારીઓએ સોશિયલ મીડિયા પર આક્ષેપો કર્યા છે. જ્યાં તેમણે ઝ્રસ્ ભુપેન્દ્ર પટેલને ટેગ કરીને લખ્યું હતું કે, જી.ડી.અજમેરા જેવી એજન્સી અમારા પગાર ચાઉં કરે છે. અને રાજકોટના મેયર અમારી ફરિયાદ સાંભળતા નથી. એક બાજુ જ્યાં રાજ્ય સરકાર યુવાનોને રોજગારી માટે કટિબદ્ધતા દાખવી રહી છે ત્યારે બીજી બાજુ જી.ડી.અજમેરા જેવી એજેન્સી યુવાનો સાથે છેતરપીંડી કરી સરકારને છેતરે છે. સંખ્યાબંધ યુવાનોના પગાર ઁહ્લ, ઈજીૈંની રકમ રાજકોટ મનપાની મેનપાવર એજન્સી જી.ડી.અજમેરા ચાઉં કરીને હરિભજન કરે છે. આ સાથે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને પણ સોશિયલ મીડિયા પર ટેગ કરીને લખ્યું હતું કે,જેમાં મેયરશ્રી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ તેમાં સુર પુરાવે છે. આ અંગે સોશિયલ મીડિયામાં રજુઆત કરનાર મહિલા આરોગ્યકર્મીએ જણાવ્યું હતું કે, એજન્સી સમયસર પગાર આપતી નથી અને ૨-૩ મહિના રાહ જાેવડાવે છે. એજન્સી દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *