સુરક્ષા સેતુ સોસાયટી જિલ્લા પોલીસ છોટાઉદેપુર દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત મહિલા સુરક્ષા અને પ્રજામાં ટ્રાફિક જાગૃતિ અને ભાઈચારાની ભાવના પ્રબળ બને તે માટે જિલ્લા કક્ષાની મહિલાઓ અને પુરુષ પોલીસ કર્મીઓની પાંચ કિલોમીટર અને ૧૦ કિલોમીટરની મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતી
આજરોજ એટલે તારીખ ૨૨મી ઓકટોબર 2021 ને શુક્રવારે સવારે 6:30 કલાકે છોટાઉદેપુર કવાંટ રોડ સ્થિત ગાબડીયા પીપલેજ ત્રણ રસ્તા થી છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા નીકળેલી મેરેથોન દોડ ગાબડીયા પીપલેજ ત્રણ રસ્તાથી સિંગલા સુધી પુરુષ તેમજ મહિલા પોલીસ કર્મીઓની 10 કિલોમીટર અને પાંચ કિલોમીટરની મેરેથોન દોડને છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા છોટાઉદેપુર જીલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ડીવાયએસપી જે.જી.ચાવડા છોટાઉદેપુર વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક એ.વી .કાટકડ છોટાઉદેપુર જિલ્લા ભાજપ પુર્વ પ્રમુખ જશુ ભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી અને ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના કારોબારી સભ્ય મુકેશભાઈ પટેલ તેમજ છોટાઉદેપુર પોલીસ મથકના પીઆઈ જે કે પટેલ તેમજ તેમજ અધિકારીઓએ મેરેથોન દોડને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી હતી
મેરેથોન દોડમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય આવનાર દોડવીરોને છોટાઉદેપુર જિલ્લા કલેકટર છોટાઉદેપુર પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી છોટાઉદેપુર જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ જશુ ભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવા છોટાઉદેપુર જીલ્લા મહામંત્રી મુકેશભાઈ પટેલ ના હસ્તે પ્રમાણપત્ર તેમજ રોકડ પુરસ્કાર પણ આપવામાં આવી સન્માનિત કરવામાં આવ્યા હતા
આ પ્રસંગે છોટાઉદેપુર જીલ્લા પોલીસ વિભાગના પુરુષ તેમજ મહિલા પોલીસ કર્મીઓ હોમગાર્ડ જવાનો ટ્રાફિક વિભાગના પોલીસ કર્મીઓ મેરેથોન દોડમાં જોડાયા હતા
રેપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


